Home Bibles ☰ Books ઊત્પત્તિ 29:22 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 29:22 · ગુજરાતી બાઇબલ

તેથી લાબાને તે પ્રદેશના બધા લોકોને ભેગા કર્યા અને ભોજન આપ્યું.

Cross references

ન્યાયાધીશો 14:10

તેના પિતા કન્યાને ઘેર ગયા અને કન્યાના ઘરના રિવાજ પ્રમાંણે સામસૂને ઉજાણી તૈયાર કરી.

રૂત 4:10

તદુપરાંત, તમે એ વાતના પણ આજે સાક્ષી છો કે “હું માંહલોનની વિધવા મોઆબી રૂથનો પતિ બનું છું જેથી મિલકત મરનારને નામે જ રહે. અને તેનું નામ કુટુંબીઓમાંથી અને તેના નગરમાંથી ભૂંસાઈ જાય નહિ.”

એસ્તેર 2:18

ત્યારપછી રાજાએ એસ્તેરના માનમાં પોતાના અમલદારોને અને દરબારીઓને મોટો ભોજન સમારોહ આપ્યો. વળી તેણે રાજ્યના બધા પ્રાંતોમાં રજા જાહેર કરી અને રાજાને શોભે એવી ભેટોની લ્હાણી કરી.

માથ્થી 22:2

“આકાશનું રાજ્ય એક રાજા જેવું છે કે જેણે પોતાના દીકરાના લગ્ન પ્રસંગે ભોજન સમારંભ ગોઠવ્યો હોય.

માથ્થી 25:1

“એ દિવસે આકાશનું રાજ્ય દશ કુમારિકાઓ પોતાના વરને મળવા મશાલ લઈને નીકળી હોય તેના જેવું હશે.

યોહાન 2:1

બે દિવસ પછી ગાલીલના કાના ગામમાં એક લગ્ન હતુ, ઈસુની મા ત્યાં હતી.

પ્રકટીકરણ 19:9

પછી તે દૂતે મને કહ્યું કે, “આ લખ: પેલા લોકો કે જેઓને હલવાનના લગ્નમાં ભોજન માટે નિમંત્રણ અપાયાં છે, તે લોકોને ધન્ય છે!” પછી તે દૂતે કહ્યું કે, “આ દેવના ખરાં વચનો છે.”

Interlinear

Choose Theme