Home Bibles ઊત્પત્તિ 27:46 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 27:46 · ગુજરાતી બાઇબલ

પછી રિબકાએ ઇસહાકને કહ્યું, “તારા પુત્ર એસાવે હિત્તી કન્યાઓ સાથે વિવાહ કરી લીધા છે. હું એ સ્ત્રીઓથી કંટાળી ગઈ છું. કારણ કે તેઓ આપણા લોકોમાંની નથી. અને જો યાકૂબ પણ આ કન્યાઓમાંથી કોઈ એકની સાથે વિવાહ કરશે તો પછી માંરે તો મરવા સિવાય કોઈ રસ્તો નહિ રહે.”

Cross references

ઊત્પત્તિ 24:3

હું તને આકાશ અને પૃથ્વીના દેવ યહોવાને નામે સમ દેવા ઈચ્છું છું કે, તું કનાનીઓની કોઈ પણ કન્યા સાથે માંરા પુત્રના વિવાહ થવા દઈશ નહિ. અમે લોકો કનાનીઓની વચમાં રહીએ છીએ, પરંતુ કોઈ પણ કનાની કન્યા સાથે તેના લગ્ન થવા ન દેશો.

ઊત્પત્તિ 26:34

જયારે એસાવ 40 વર્ષનો થયો, ત્યારે તેણે હિત્તી બએરીની દીકરી યહૂદીથ અને હિત્તી એલોનની દીકરી બાસમાંથ સાથે લગ્ન કર્યા.

ઊત્પત્તિ 26:35

આ લગ્નોએ ઇસહાક અને રિબકાને ખૂબ દુ:ખી કરી મૂકયાં.

ઊત્પત્તિ 28:8

તે પરથી એસાવે વિચાર્યુ કે, તેના પિતા એવું ઈચ્છતા નથી કે, તેમનો પુત્ર કનાની સ્ત્રી સાથે લગ્ન કરે.

ઊત્પત્તિ 34:1

દીનાહ લેઆહ અને યાકૂબની પુત્રી હતી. એક દિવસે તે, એ પ્રદેશની સ્ત્રીઓને મળવા બહાર નીકળી.

ગણના 11:15

જો માંરી પાસેથી તમે આ બધું કામ કરાવવા માંગતા હો, તો કૃપા કરીને હમણા જ મને માંરી નાખો; તમે માંરા ઉપર ભલાઈ કરતા હો, તો મને આગળ પણ દુઃખ ન જોવા દેતા.”

1 રાજઓ 19:4

અને તેણે એક આખો દિવસ મુસાફરી કરી, ત્યાં તે એક ઝાડ નીચે બેઠો અને પ્રાર્થના કરી કે પોતે મરી જાય, તેણે કહ્યું “યહોવા દેવ, માંરા પ્રાણ લઇ લો, હું માંરા પિતૃઓથી જરાય સારો નથી”

અયૂબ 3:20

માણસ જે પીડા ભોગવી રહ્યો છે શા માટે જીવતા રહ્યાં કરવું છે. એક દુ:ખી આત્માવાળા માણસને શા માટે જીવન અપાય છે?

અયૂબ 7:16

હવે હું ત્રાસી ગયો છું. મારે કાયમ માટે જીવવું નથી. મને એકલો રહેવા દો. મારા જીવનનો કોઇ અર્થ નથી!

અયૂબ 14:13

હું ઇચ્છું છું કે તમે મને શેઓલમાં સંતાડો, અને તમારો ક્રોધ શમી જાય ત્યાં સુધી છુપાવી રાખો, અને મને ઠરાવેલ સમય ઠરાવી આપીને યાદ રાખો તો કેવું સારું!

યૂના 4:3

માટે હવે, હે યહોવા, તમે મારા પ્રાણ હરી લો, હું જીવવા કરતા મરવાનું વધારે પસંદ કરું છું.”

યૂના 4:9

પરંતુ દેવે યૂનાને કહ્યું, “વેલો નાશ પામ્યો તેથી તું આમ ગુસ્સે થાય તે યોગ્ય છે?”યૂનાએ કહ્યું, “હા તે યોગ્ય છે. હું ગુસ્સે થઇ રહ્યો છું અને મરવા ચાહું છું.”

Interlinear

Choose Theme