Home Bibles ☰ Books ઊત્પત્તિ 26:27 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 26:27 · ગુજરાતી બાઇબલ

ઇસહાકે તેમને પૂછયું, “તમે મને મળવા કેમ આવ્યા છો? પહેલા તો તમે માંરી સાથે મિત્રતા રાખતા નહોતા, તમે તો મને માંરા દેશમાંથી કાઢી મૂકયો હતો.”

Cross references

ઊત્પત્તિ 26:14

તેની પાસે એટલાં બધાં ઘેટાં-બકરાં અને ઢોરઢાંખર તેમજ નોકર-ચાકર હતા કે, પલિસ્તીઓ તેની ઈર્ષા કરવા લાગ્યા.

ઊત્પત્તિ 26:16

અબીમેલેખે ઇસહાકને કહ્યું, “તું અમાંરો દેશ છોડી જા, તું અમાંરા લોકો કરતાં વધારે બળવાન થઈ ગયો છે.”

ન્યાયાધીશો 11:7

પણ યફતાએ ગિલયાદના વડીલોને કહ્યું, “તમે સૌએ માંરો તિરસ્કાર કર્યો અને મને માંરા પિતાના ઘરમાંથી હાંકી કાઢયો હતો, હવે તમે આફતમાં આવી પડયા હોવાથી માંરી પાસે આવો છો?”

પ્રેરિતોનાં ક્રત્યો 7:9

“આ પૂર્વજોને યૂસફની (તેઓનો નાનો ભાઈ) ઈર્ષા થઈ. તેઓએ યૂસફને ગુલામ થવા માટે મિસરમાં વેચ્યો. પરંતુ દેવ યૂસફની સાથે હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 7:14

પછી યૂસફે કેટલાક લોકોને તેના પિતા યાકૂબને મિસર આવવાનું નિમંત્રણ આપવા મોકલ્યો. તેણે તેના બધા સગાં સંબંધીઓને પણ નિમંત્રણ પાઠવ્યાં (75 વ્યક્તિઓ એક સાથે)

પ્રેરિતોનાં ક્રત્યો 7:27

એક માણસ કે જે બીજાનું ખરાબ કરતો હતો તેણે મૂસાને ધક્કો માર્યો. તેણે મૂસાને કહ્યું, ‘અમારા પર કોણે તને અધિકારી કે ન્યાયાધીશ બનાવ્યો છે? ના!

પ્રેરિતોનાં ક્રત્યો 7:35

“આ મૂસા કે જેનો તેઓએ નકાર કર્યો એમ કહીને કે તેને કોણે અમારો અધિકારી અને ન્યાયાધીશ બનાવ્યો? ના! એ જ મૂસાને દેવે અધિકારી અને ઉદ્ધાર કરનાર થવા સારું મોકલ્યો. દેવે મૂસાને દૂતની મદદથી મોકલ્યો. આ તે દૂત હતો જેને મૂસાએ બળતા ઝાડવા મધ્યે જોયો હતો.

પ્રકટીકરણ 3:9

ધ્યાનથી સાંભળ! ત્યાં એક સભાસ્થાન છે જે શેતાનની માલિકીનું છે. તે લોકો એમ કહે છે કે તેઓ યહૂદીઓ છે. પણ તેઓ જૂઠ્ઠા છે. તે લોકો સાચા યહૂદીઓ નથી. હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ તારી આગળ આવીને તારા પગે પડશે. તેઓ જાણશે કે તમે એવા લોકો છો જેમને મેં ચાહ્યા છે.

Interlinear

Choose Theme