Home Bibles ઊત્પત્તિ 25:3 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 25:3 · ગુજરાતી બાઇબલ

અને દદાનના વંશજો આશૂરીમ, લટુશીમ અને લઉમીમ હતા.

Cross references

2 શમએલ 2:9

અને ત્યાં તેને ગિલયાદ, આશેર, યિઝએલ, એફ્રાઈમ, બિન્યામીન એટલે કે આખા ઇસ્રાએલનો રાજા બનાવ્યો.

1 રાજઓ 10:1

સુલેમાંનની કીતિર્ સાંભળીને શેબાની રાણીએ સુલેમાંનને અટપટા પ્રશ્ર્નો પૂછીને તેના જ્ઞાનની કસોટી કરવાનો નિર્ણય કર્યો.

અયૂબ 6:19

તેમના વેપારીઓ પાણીની શોધ કરે છે. શેબાના મુસાફરો આશાપૂર્વક રાહ જુએ છે.

ગીતશાસ્ત્ર 72:10

તાશીર્શના રાજાઓ, અને ભૂમધ્ય સમુદ્રના કિનારાના રાજાઓ, તેમના માટે ભેટો લાવશે અને શેબાના રાજાઓ તેમની ખંડણી તેઓ પાસે લાવશે.

યશાયા 21:13

અરબસ્તાન વિષે દેવવાણી: હે દેદાનના કાફલાઓ, તમે અરબસ્તાનના ઝાંખરાઓ વચ્ચે રાત પસાર કરશો.

ચર્મિયા 25:23

દદાન, તેમા અને બૂઝના શહેરોને, અને એ બધાં જેઓએ તેમના વાળ પોતાના માથાની બાજુ પરથી કાપ્યાં હતાં,

ચર્મિયા 49:8

તેમની અક્કલ બહેર મારી ગઇ છે? દદાનના રહેવાસીઓ, પાસુ ફરીને દોડો. સંતાઇ જાઓ! કારણ, એસાવના વંશજોની સજાનો સમય આવ્યો છે અને હું તેમના પર વિનાશ ઉતારનાર છું,

યર્મિયાનો વિલાપ 25:13

તેથી યહોવા મારા માલિક કહે છે; “હું અદોમ વિરુદ્ધ મારો હાથ લંબાવીશ અને તેના લોકોનો, જાનવરોનો અને ઢોરઢાંખરાનો હું સંપૂર્ણ નાશ કરીશ. તેમાનથી માંડીને દેદાન સુધીનું સર્વ તરવારથી નાશ પામશે. અને દેશ વેરાન થશે.

યર્મિયાનો વિલાપ 27:6

તેઓએ તારાં હલેસાં બાશાનના એલોનકાષ્ટનાં બનાવ્યાં હતાં. તારું તૂતક સાયપ્રસના દક્ષિણ કાંઠેથી લાવેલા સરળવૃક્ષના લાકડાનું અને હાથીદાંતજડિત બનાવવામાં આવ્યું હતું.

યર્મિયાનો વિલાપ 27:15

દેદાનવાસીઓ તારી સાથે વેપાર કરતા હતા. ધણા સમુદ્ર તટ પરના પ્રદેશમાં લોકો તારા માલના બદલામાં તને હાથીદાંત અને અબનૂસ આપતા હતા.

યર્મિયાનો વિલાપ 27:20

દેદાનના લોકો તારા માલના બદલામાં તને ઘોડાના જીન માટે ધાબળા આપતા.

Interlinear

Choose Theme