Home Bibles ઊત્પત્તિ 25:11 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 25:11 · ગુજરાતી બાઇબલ

ઇબ્રાહિમના મૃત્યુ પછી દેવે તેના પુત્ર ઇસહાક પર આશીર્વાદો વરસાવ્યા અને તે બેર-લહાય-રોઇ રહેવા લાગ્યો.

Cross references

ઊત્પત્તિ 12:2

હું તને આશીર્વાદિત કરીશ. હું તને એક મહાન રાષ્ટ બનાવીશ. હું તારા નામને પ્રસિધ્ધ કરીશ. લોકો તારા નામ દ્વારા બીજાને આશીર્વાદ આપશે.

ઊત્પત્તિ 16:14

તેથી એ કૂવો બેર-લાહાય-રોઇનોકૂવો કહેવાયો. એ કૂવો કાદેશ અને બેરેદની વચમાં આવેલો છે.

ઊત્પત્તિ 17:19

દેવે કહ્યું, “ના, મેં કહ્યુંને કે, તારી પત્ની સારાને તારાથી એક પુત્ર જરૂર અવતરશે. અને તારે તેનું નામ ઇસહાક પાડવું. હું તેની સાથે માંરો કરાર કરીશ અને તે તેના વંશજો માંટે પણ કાયમનો રહેશે.

ઊત્પત્તિ 22:17

તેથી હું જરૂર તને આશીર્વાદ આપીશ. હું આકાશના તારા જેેટલા, દરિયાકંાઠાની રેતી જેટલા તારા વંશજો વધારીશ. અને તારા વંશજો પોતાના દુશ્મનોને કબજે કરશે.

ઊત્પત્તિ 24:35

યહોવાએ તેમને ઘેટાંબકરાં, ઊંટો અને ગધેડાં, ઢોરઢાંખર, સોનુંરૂપું, દાસ દાસીઓ આપ્યાં છે.

ઊત્પત્તિ 24:62

તે સમયે ઇસહાકે બેર-લાહાય-રોઇ છોડી દીધું હતું અને નેગેબમાં રહેવાનું શરૂ કર્યુ હતું.

ઊત્પત્તિ 26:12

ઇસહાકે તે પ્રદેશમાં ખેતી કરી અને તે જ વષેર્ મબલખ પાક ઉતર્યો. યહોવાએ તેના પર ધણી કૃપા કરી.

ઊત્પત્તિ 50:24

યૂસફે તેના ભાઈઓને કહ્યું, “હું તો મરવા પડયો છું; પણ દેવ જરુર તારી સંભાળ લેશે, દોરશે, જેના વિષે તેણે ઇબ્રાહિમ, ઇસહાક, તથા યાકૂબની આગળ શપથ લીધાં હતા, તે દેશમાં તમને તે આ દેશમાંથી લઇ જશે.”

ગીતશાસ્ત્ર 112:2

તેઓનાં સંતાન પૃથ્વી પર બળવાન થશે; અને ન્યાયીઓના વંશજો સાચા અર્થમાં આશીર્વાદ પામશે.

Interlinear

Choose Theme