હું એક વિશિષ્ટ પ્રકારના ચિન્હની પ્રતીક્ષા કરી રહ્યો છું, જેના વડે હું જાણી શકું કે, ઇસહાકને યોગ્ય કઈ કન્યા છે. હું કન્યાને કહું કે, ‘તારો ઘડો જરા વાંકો કર, એટલે હું પાણી પી શકું.’ અને જે કન્યા કહે કે, ‘પીઓને; અને હું તમાંરાં ઊંટને પણ પાઈશ.’ તે જ તારા સેવક ઇસહાકની વહુ થવા તેં નક્કી કરેલી કન્યા હોય. આના પરથી હું જાણીશ કે, માંરા ધણી પર તારી કૃપા છે.”
Cross references
પરંતુ ઇબ્રામે કહ્યું, “હે યહોવા, માંરા માંલિક, માંરે કેવી રીતે વિશ્વાસ કરવો કે, આ પ્રદેશ મને જ મળશે?”
જયારે તે પાણી પીવડાવી રહી એટલે તે બોલી, “તમાંરા ઊંટ માંટે પણ તેઓ પી રહે ત્યાં સુધી હું પાણી લાવી આપીશ.”
અને જો તેણી મને કહે, “પાણી પીઓ, હું તમાંરાં ઊંટો માંટે પણ પાણી લાવીશ. એ રીતે હું જાણીશ કે, તેણી માંરા ધણીના પુત્ર માંટે યહોવાએ પસંદ કરેલ યોગ્ય કન્યા છે.’
ત્યારે મૂસાએ દેવને કહ્યું, “જ્યારે હું ઇસ્રાએલના લોકોને કહીશ કે તમે મને મોકલ્યો છે, ત્યારે એ લોકો માંરા પર વિશ્વાસ નહિ કરે અને કહેશે, “યહોવા તને પ્રત્યક્ષ નથી થયા.”
ગિદિયોને યહોવાને કહ્યું, “જો તમે માંરા પર પ્રસન્ન થયા હો તો તમે જ માંરી સાથે વાત કરો છો એની કોઈ નિશાની આપો;
તેથી હું આ ઘઉં ઝૂડવાની જમીન ઉપર ઊન પાથરું છું, જો એ ઊન ઉપર જ ઝાકળ જોવામાં આવે અને બધી જમીન સૂકી હોય, તો હું સમજીશ કે તમે વચન આપ્યા પ્રમાંણે માંરા હાથે ઈસ્રાએલીઓને બચાવવાના છો.”
જ્યારે ગિદિયોન ત્યાં પહોંચ્યો ત્યારે એક માંણસ બીજા માંણસને પોતાના સ્વપ્નની વાત કહેતો હતો; તે બોલ્યો, “મને એવું સ્વપ્ન આવ્યું કે એક જવની રોટલી મિદ્યાનીઓની છાવણીમાં ગબડતી ગબડતી આવી અને એક તંબુ આગળ પહોંચતાં તેની સાથે અથડાઈ એટલે તંબુ તૂટી પડયો.”
પેલા લોકોએ કહ્યું, “સારું, તો અમાંરા તરફથી દેવને પ્રશ્ન કર કે અમાંરો આ પ્રવાસ સફળ થશે કે કેમ?”
“હવે એક નવું ગાડું તૈયાર કરો, અને જેને કદી ખેતરોમાં ખેડવા માંટે ન વાપર્યું હોય, અને હાલમાં જ વાછરડાં જન્મ્યાં તેવી બે ગાય મંગાવો, વાછરડાઓને તેની માંતાઓ પાછળ જવા ન દેતા. ગાયોને ગાડે જોડો, તેમનાં વાછરડાંને વાડામાં પાછા મોકલો.
આજે તું માંરી પાસેથી વિદાય થશે ત્યારે તને બિન્યામીનના પ્રદેશમાં સેલ્સાહ ખાતે આવેલ ‘રાહેલ’ની કબર નજીક બે માંણસો મળશે. તેઓ તને કહેશે કે, ‘જે ગધેડાંની શોધ કરવા તું ગયો હતો તે મળ્યાં છે. હવે ગધેડાંની બદલે તારા પિતા તારી ચિંતા કરતા હશે. તેઓ વિચાર કરતા હશે કે, ‘માંરા પુત્રને શોધવા હું શું કરું?”‘
યોનાથાને કહ્યું, “ઠીક આપણે સામી બાજુ જઈએ અને તે લોકોની નજર આપણા ઉપર પડે તેમ કરીએ.
પણ જો તેઓ એમ કહે કે, ‘અહી અમાંરી પાસે ઉપર આવો.’ તો આપણે ઉપર જઈશું. કારણ, યહોવા આપણને તેમને હરાવવા દેશે. એ આપણ માંટે એંધાણી રહેશે.”
જો તે એમ કહે કે ‘સારું’ તો સમજવું કે, મને આંચ આવે એમ નથી. પણ જો તે ગુસ્સે થઈ જાય તો તારે ચોક્કસ સમજવું કે, તેણે માંરું કાસળ કાઢવાનું નક્કી કર્યુ છે.
જયારે તું ઝાડની ટોચ ઉપરથી યુદ્ધમાં કૂચ કરવા જતો હોય તેવો પલિસ્તીઓનો અવાજ સાંભળે ત્યારે આગળ વધજે, કારણ કે, યહોવા તારી આગળ હશે અને પલિસ્તીઓની સેના તેનાથી હારી જશે.”
યોઆબે અમાંસાને કહ્યું, “કેમ માંરા ભાઈ, કુશળ તો છે ને?”અને તેને ચુંબન કરવા માંટે તેણે તેનો જમણા હાથ લંબાવી તેણે તેની દાઢી પકડી.
પછી હિઝિક્યાએ યશાયાને પૂછયું, “યહોવા મને સાજો કરી દેશે અને હું ત્રીજે દિવસમાં મંદિરે જઈશ, એની એંધાણી શી?”
ઘર અને ધન તો પિતા તરફથી વારસામાં મળે છે, પણ ડાહી પત્ની તો યહોવાનુ ઈનામ છે.
“યહોવાને, તારા દેવને એંધાણી બતાવવા કહે; પછી ભલે એ નીચામાં નીચા પાતાળમાંથી કે, ઊંચામાં ઊંચા આકાશમાંથી બતાવે.”
તમો સર્વ રોમવાસીઓ વચ્ચે પ્રભુ મને આવવા દે એવી મારી પ્રાર્થના છે. દેવની ઈચ્છા હશે તો એમ થશે.