Home Bibles ☰ Books ઊત્પત્તિ 23:18 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 23:18 · ગુજરાતી બાઇબલ

હિત્તી લોકોની સાક્ષીએ આ સોદો ઇબ્રાહિમને મળ્યો.

Cross references

ઊત્પત્તિ 34:20

એટલા માંટે હમોર અને તેનો પુત્ર શખેમ ગામના ભાગળે આવ્યા અને લોકોને કહેવા લાગ્યા કે,

ઊત્પત્તિ 34:24

ભાગળો પર જે લોકોએ આ વાત સાંભળી તે બધા હમોર અને શખેમ સાથે સંમત થઇ ગયા અને શહેરના બધા વડીલોએ હમોર અને તેના પુત્ર શખેમની વાત સ્વીકારી, અને સર્વ પુરુષોની સુન્નત કરાવવામાં આવી.

રૂત 4:1

બોઆઝ શહેરના દરવાજા પાસે લોકો ભેગા થાય છે તે જગ્યાએ ગયો. એના પરિવારનો નજીકનો સગો ત્યાંથી પસાર થાય ત્યાં સુધી ત્યાં બેસી રહ્યો. એણે એને બોલાવીને કહ્યું, “અરે ફલાણા આવ અને અહીં બેસ હું તારી સાથે થોડી વાત કરવા માંગું છું. એટલે તે આવીને બેઠો.”

ચર્મિયા 32:12

અને જાહેરમાં મારા પિતરાઇ ભાઇ હનામએલ, વેચાણખત પર સહી કરનારા સાક્ષીઓની અને રક્ષકઘરના ચોકમાં તે વખતે હાજર હતા તે બધા યહૂદીઓની સાક્ષીમાં નેરિયાના પુત્ર માઅસેયાના પૌત્ર બારૂખના હાથમાં સુપ્રત કરી.

Interlinear

Choose Theme