Home Bibles ઊત્પત્તિ 22:6 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 22:6 · ગુજરાતી બાઇબલ

ઇબ્રાહિમે યજ્ઞ માંટેનાં લાકડાં લીધાં અને પોતાના પુત્ર ઇસહાકના ખભા પર ચઢાવ્યાં. અને ઇબ્રાહિમે પોતાના હાથમાં અગ્નિ અને છરો લીધો પછી ઇબ્રાહિમ અને તેનો પુત્ર બંને ઉપાસના માંટે તે જગ્યાએ એક સાથે ગયા.

Cross references

2 રાજઓ 2:6

એલિયાએ કહ્યું, “એલિશા, તું અહીં રહી જા, યહોવા તો મને યર્દન મોકલે છે.”પણ તેણે જવાબ આપ્યો, “યહોવાના અને તમાંરા સમ કે હું તમને છોડીને જવાનો નથી.” અને તેઓ આગળ ચાલ્યા.

યશાયા 53:6

આપણે રસ્તો ભૂલી ગયા છીએ, અને ઘેટાંની જેમ રઝળી ગયા છે. પણ યહોવાએ આપણા બધાનો દોષ તેને માથે નાખ્યો છે.

માથ્થી 8:17

ઈસુએ આ કર્યુ જેથી યશાયાએ કહેલ ભવિષ્યવાણી પૂર્ણ થાય:“તેણે આપણા રોગો લઈ લીધા અને તેણે આપણા મંદવાડ પોતાનામાં સ્વીકાર્યા.” યશાયા 53:4

લૂક 24:26

પ્રબોધકોએ કહ્યું હતું કે ખ્રિસ્તે તેના મહિમામાં પ્રવેશતા પહેલા આ બધું સહેવું પડશે.”

યોહાન 19:17

ઈસુ તેનો પોતાનો વધસ્તંભ ઊચકીને “તે ખોપરીની જગ્યાના નામે ઓળખાતા સ્થળે ગયો.” (યહૂદિ ભાષામાં તે જગ્યાને “ગુલગુથા” કહેવાય છે.)

1 પિતરનો પત્ર 2:24

વધસ્તંભ પર ખ્રિસ્તે તેના શરીરમા આપણાં પાપ લીધા. તેણે આમ કર્યુ કે જેથી આપણે પાપી જીવન જીવવાનુ છોડી જે યર્થાથ છે તેને માટે જીવીએ. તેના ઘાઓથી તમે સાજા થયાં.

Interlinear

Choose Theme