Home Bibles ઊત્પત્તિ 20:17 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 20:17 · ગુજરાતી બાઇબલ

દેવે અબીમેલેખના ઘરની બધી સ્ત્રીઓને ગર્ભધારણથી અટકાવી દીધી હતી કારણકે ઇબ્રાહિમની પત્ની સારાને અબીમેલેખે લીધી હતી, તેથી હવે ઇબ્રાહિમે યહોવાને પ્રાર્થના કરી,

Cross references

ઊત્પત્તિ 12:17

ફારુને ઇબ્રામની પત્નીને રાખી તેથી યહોવાએ ફારુન અને તેના પરિવારના માંણસો પર ખરાબ બિમાંરીઓ ફેલાવી.

ઊત્પત્તિ 20:7

તેથી હવે તું ઇબ્રાહિમની પત્નીને તેની પાસે પાછી મોકલ. ઇબ્રાહિમ એક પ્રબોધક છે. તે તમાંરા માંટે પ્રાર્થના કરશે અને તું જીવીશ પરંતુ જો તું સારાને પાછી નહિ આપે તો સમજી લેજે કે, તારું અને તારા બધાં જ લોકોનું એક સાથે મૃત્યુ થશે.”

ઊત્પત્તિ 29:31

યહોવાએ જોયું કે, યાકૂબ લેઆહ કરતાં વધારે રાહેલને પ્રેમ કરે છે, તેથી યહોવાએ લેઆહને બાળકોને જન્મ આપવા યોગ્ય બનાવી, પરંતુ રાહેલને કોઈ સંતાન થયું નહિ.

1 શમુએલ 5:11

આથી એક્રોનના લોકોએ બધા પલિસ્તી રાજાઓની સભા બોલાવી અને કહ્યું, કૃપા કરીને “ઇસ્રાએલીઓના દેવનો પવિત્રકોશને તેની જગ્યા પર પાછો મોકલી દો, જેથી એ આપણને તથા આપણી પ્રજાને માંરી ન નાખે.”સમગ્ર શહેરમાં લોકો ભારે ભયભીત થઇ ગયા કારણ દેવે તેમને સખત સજા કરી હતી.

એઝરા 6:10

જેથી તેઓ આકાશના દેવને પ્રસન્ન કરવા માટે સુવાસિત દહનાર્પણો કરે, અને રાજાના તથા તેના પુત્રોના દીર્ધાયુષ્ય માટે પ્રાર્થના કરે.

અયૂબ 42:9

9અલીફાઝ, બિલ્દાદ, અને સોફારે યહોવાની આજ્ઞા પ્રમાણે કર્યુ ને યહોવાએ અયૂબની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો.

નીતિવચનો 15:8

દુષ્ટના યજ્ઞાર્પણને યહોવા ધિક્કારે છે; પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે.

નીતિવચનો 15:29

યહોવા પોતાને દુર્જનથી દૂર રાખે છે, પણ તે સજ્જનની પ્રાર્થના સાંભળે છે.

યશાયા 45:11

યહોવા, ઇસ્રાએલના પવિત્રતમ સૃષ્ટા કહે છે:“મારા બાળકો વિષે પ્રશ્ર્ન પૂછવાનો તને શો અધિકાર છે? મારા પોતાના હાથે કરેલા કાર્યો વિષે મને પ્રશ્ર્ન કરનાર તમે કોણ?

માથ્થી 7:7

“દેવ પાસે માંગવાનું ચાલું રાખો, અને દેવ તમને આપશે, શોધવાનું ચાલું રાખો, અને તમને જડશે. ખખડાવવાનું ચાલું રાખો અને દરવાજો તમારા માટે ઉઘડી જશે.

માથ્થી 21:22

જો તમને વિશ્વાસ હોય તો પ્રાર્થનામાં તમે જે કઈ માગશે તે તમને મળશે.”

પ્રેરિતોનાં ક્રત્યો 3:24

શમુએલના કહ્યા પછી તેના પછીના બધા પ્રબોધકોએ દેવ વિષે કહ્યું છે. તે સર્વ જણે આ સમય માટે પણ કહ્યું છે.

ફિલિપ્પીઓને પત્ર 4:6

કશાની ચિતા ન કરશો. પરંતુ તમારે જે કોઈ જોઈએ છે તે દેવ પાસે માંગો અને પ્રાર્થના કરો. અને જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે હમેશા આભારસ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો.

1 થેસ્સલોનિકીઓને 5:25

ભાઈઓ અને બહેનો, કૃપા કરીને અમારા માટે પ્રાર્થના કરો.

યાકૂબનો 5:16

તમે જે ખરાબ કામ કર્યા હોય તે એકબીજાને કહો. અને પછી એકબીજા માટે પ્રાર્થના કરો. આમ કરો કે જેથી દેવ તમને સાજા કરી શકે. જો સારો માણસ આગ્રહથી પ્રાર્થના કરે તો મહાન કાર્યો થાય છે.

Interlinear

Choose Theme