તેમાંના બે દેવદૂતો સાંજે સદોમ નગરમાં આવ્યા ત્યારે લોત સદોમના દરવાજામાં બેઠો હતો. તેણે દેવદૂતોને જોયા. લોતે વિચાર્યું કે આ લોકો નગરમાંથી યાત્રા કરી રહ્યા છે, તેથી તેઓને મળવા ઊભો થયો અને તેમની પાસે જઈને સાષ્ટાંગ નમસ્કાર કરીને બોલ્યો,
Cross references
ઇબ્રામ કનાન પ્રદેશમાં રહ્યો અને લોત યર્દનખીણના નગરોમાં વસવા લાગ્યો, તેણે સદોમની દક્ષિણે મુકામ કર્યો.
પછી ફરીથી યહોવા ઇબ્રાહિમ આગળ માંમરેનાં એલોનવૃક્ષો પાસે પ્રગટ થયા. તે દિવસે બપોરે, ઇબ્રાહિમ તેના તંબુના પ્રવેશદ્વાર આગળ બેઠો હતો.
પછી તે લોકો ત્યાંથી નીકળીને સદોમ તરફ ગયા. પરંતુ ઇબ્રાહિમ હજુ પણ યહોવાની સામે ઊભો રહ્યો.
પછી ઇબ્રાહિમે હિત્તી લોકો આગળ પોતાનું માંથું નમાંવ્યું.
પછી યૂસફે તેમને તેમના ખોળામાંથી લઈ લીધા અને જમીનને માંથું અડાડીને પ્રણામ કર્યા.
બોઆઝ શહેરના દરવાજા પાસે લોકો ભેગા થાય છે તે જગ્યાએ ગયો. એના પરિવારનો નજીકનો સગો ત્યાંથી પસાર થાય ત્યાં સુધી ત્યાં બેસી રહ્યો. એણે એને બોલાવીને કહ્યું, “અરે ફલાણા આવ અને અહીં બેસ હું તારી સાથે થોડી વાત કરવા માંગું છું. એટલે તે આવીને બેઠો.”
એ દિવસોમાં હું જ્યારે નગરના દરવાજે જતો ત્યારે આદરપાત્ર આગેવાનોની વચ્ચે જાહેર સભાના સ્થળમાં હું બેઠો હતો.
પરદેશીને માર્ગમાં ઉતારો કરવો પડતો નહોતો; પણ મુસાફરને માટે મારાઁ બારણાં હંમેશા ઉઘાડાં હતાં.
મહેમાનોનો સત્કાર કરવાનું ના ભૂલશો. એમ કરવાથી કેટલાક લોકોએ અજાણતા પણ આકાશના દૂતોનું સ્વાગત કર્યુ છે.