તે વ્યકિતઓએ ઇબ્રાહિમને કહ્યું, “તારી પત્ની સારા કયાં છે?” ઇબ્રાહિમે કહ્યું, “તે તંબુમાં છે.”
Cross references
પછી યહોવાએ કાઈનને પૂછયું, “તારો ભાઈ હાબેલ કયાં છે?”કાઈને જવાબ આપ્યો, “હું નથી જાણતો, શું એ માંરું કામ છે કે, હું માંરા ભાઈની ચોકી કરું, ને સંભાળ રાખું?”
પછી ઇસહાક રિબકાને પોતાની માંતાના તંબુમાં લઈ ગયો. તે દિવસે ઇસહાકે રિબકા સાથે વિવાહ કરી લીધા. તે તેની સાથે ખૂબ પ્રેમભાવ રાખતો હતો, તેથી તેને માંતાના મૃત્યુ પછી પણ સાંત્વન પ્રાપ્ત થયું. માંતાના મરણનું દુ:ખ તે ભૂલી શકયો.
તેથી લાબાન યાકૂબના તંબુમાં ગયો. તેણે ત્યાં શોધ શરૂ કરી. લેઆહના તંબુમાં પણ ગયો અને બે દાસીઓના તંબુમાં પણ ગયો. પણ તેને દેવ મળ્યાં નહિ, પછી તે લેઆહના તંબુમાંથી નીકળી રાહેલના તંબુમાં પ્રવેશ્યો.
જુવાન સ્ત્રીઓને સમજુ અને શદ્ધ બનવાનું, પોતાનાં ઘરોની સંભાળ રાખવાનું, દયાળુ થવાનું અને પોતાના પતિની આજ્ઞા પાળવાનું, તેઓએ શીખવવું જોઈએ. તે પછી, પ્રભુએ આપણને આપેલા વાતની કોઈ પણ વ્યક્તિ ટીકા કરી શકશે નહિ.