હું તમાંરા લોકો માંટે થોડું ભોજન લાવું છું. આપની ઈચ્છા હોય તેટલું આપ ખાઓ, તાજા થાઓ અને પછી તમે લોકો આગળની યાત્રાનો આરંભ કરો.”ત્રણેએ કહ્યું, “હા, એ ઘણું સારું છે. તું જેમ કહે છે તેમ ભલે કર.”
Cross references
જુઓ, માંરે બે પુત્રીઓ છે, તે કુંવારી છે. હું માંરી બે પુત્રીઓને તમાંરી આગળ લાવું છું, તેની સાથે તમે લોકો જે કરવું હોય તે કરો, પણ આ લોકને કશું કરશો નહિ. એ લોકો અમાંરે ઘરે આવ્યા છે અને હું અવશ્ય તેમનું રક્ષણ કરીશ.”
યાકૂબે કહ્યું, “ના,ના; હું તમાંરી પાસે માંગુ છું કે, માંરા પર કૃપા કરીને હું જે ભેટો આપું છું તેનો સ્વીકાર કરો. હું તમને ફરીથી જોઈને પ્રસન્ન થયો છું. કારણકે માંરે મન એ દેવનું મુખ જોવા જેવું છે. તમે માંરો સ્વીકાર કર્યો છે તે જાણીને હું પ્રસન્ન થયો છું.
અને જયાં સુધી હું તમને અર્પણ લાવીને ના ધરાવું ત્યાં સુધી અહીંથી ચાલ્યા જશો નહિ.”યહોવાએ કહ્યું, “તું પાછો આવે ત્યાં સુધી હું અહીં જ રહીશ.”
માંનોઆહે યહોવાના દૂતને કહ્યું, “અમે તમાંરા માંટે લવારું રાંધીએ ત્યાં સુધી કૃપા કરીને તમે અહી રહો.”
ચોથે દિવસે વહેલી સવારે લેવી ઘરે પાછો જવા તૈયાર થયો. પણ તેના સસરાએ તેને કહ્યું, “પહેલા કાંઈ ખાઈ લો, પછી તમે જઈ શકો છો.”
તે પાણી લેવા જતી હતી એટલામાં એલિયાએ તેને બૂમ પાડીને કહ્યું, “માંરે માંટે ટૂકડો રોટલીનો પણ લાવજો.”
દેવે આપણને ખુશ કરવા માટે દ્રાક્ષ આપી, આપણી ત્વચાને નરમ કરવા તેલ અને શરીરને ટકાવી રાખવા રોટલી આપે છે.
જુઓ, સૈન્યોનો પ્રભુ યહોવા યરૂશાલેમમાંથી તથા યહૂદામાંથી ટેકો તથા રોટલી અને પાણીનો સર્વ આધાર લઇ લેનાર છે;
અમને અમારી રોજની જરૂરિયાત પ્રમાણે અન્ન આપ.