Home Bibles ઊત્પત્તિ 16:15 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 16:15 · ગુજરાતી બાઇબલ

પછી હાગારે ઇબ્રામથી એક પુત્રને જન્મ આપ્યો, અને ઇબ્રામે હાગારથી જન્મેલા પુત્રનું નામ ઇશ્માંએલ રાખ્યું.

Cross references

ઊત્પત્તિ 16:11

યહોવાના દૂતે એમ પણ કહ્યું, “તું અત્યારે ગર્ભવતી છે, અને તું એક પુત્ર જણીશ અને તેનું નામ ઇશ્માંએલ રાખીશ. કારણ કે યહોવાએ સાંભળ્યું છે કે, તારી સાથે ખરાબ વર્તાવ થયો છે, અને તે તારી મદદ કરશે.

ઊત્પત્તિ 17:18

પછી ઇબ્રાહિમે દેવને તેના કહેવાનો હેતુ પૂછયો, “શું ઇશ્માંએલ જીવતો રહે અને તારી સેવા કરે?”

ઊત્પત્તિ 17:20

“તેં મને ઇશ્માંએલની બાબતમાં પૂછયું, અને મેં તારી વાત સાંભળી. હું તેને આશીર્વાદ આપીશ, તેને ઘણાં સંતાનો થશે. તે મોટા બાર સરદારોનો પિતા થશે. અને હું તેનાથી એક મોટી પ્રજાનું નિર્માંણ કરીશ.

ઊત્પત્તિ 17:25

અને તેના પુત્ર ઇશ્માંએલની સુન્નત થઈ ત્યારે તે 13 વર્ષનો થયો હતો.

ઊત્પત્તિ 21:9

પછી મિસરી દાસી હાગારથી ઇબ્રાહિમને એક પુત્ર થયો હતો. એક વાર સારાએ હાગારના પુત્રને ઇસહાકની મશ્કરી કરતા જોયો.

ઊત્પત્તિ 25:9

તેના પુત્ર ઇસહાકે અને ઇશ્માંએલે તેને માંમરેની પૂર્વમાં આવેલા સોહાર હિત્તીના એફ્રોનના ખેતરમાં, માંખ્પેલાહની ગુફામાં દફનાવ્યો.

ઊત્પત્તિ 25:12

ઇશ્માંએલના પરિવારની આ યાદી છે. ઇશ્માંએલ સારાની મિસરી દાસી હાગાર અને ઇબ્રાહિમનો પુત્ર હતો.

ઊત્પત્તિ 28:9

એસાવને પહેલાની બે પત્નીઓ તો હતી, પરંતુ તેણે ઇશ્માંએલની પુત્રી નબાયોથની બહેન માંહાલાથ સાથે વિવાહ કર્યા. (ઇશ્માંએલ ઇબ્રાહિમનો પુત્ર હતો.)

ઊત્પત્તિ 37:27

ચાલો, આપણે તેને ઇશ્માંએલીઓને વેચી દઈએ, અને તેને કોઈ ઈજા ન કરીએ, કારણ તે આપણો ભાઈ છે તથા આપણું જ લોહી છે.” અને તેના ભાઈઓ તેની સાથે સંમત થયા.

1 કાળવ્રત્તાંત 1:28

ઇબ્રાહિમના પુત્રો: ઇસહાક અને ઇશ્માએલ.

ગલાતીઓને પત્ર 4:22

પવિત્રશાસ્ત્ર કહે છે કે ઈબ્રાહિમને બે પુત્રો હતા. એક પુત્રની મા ગુલામ સ્ત્રી હતી. બીજા પુત્રની મા મુક્ત સ્ત્રી હતી.

Interlinear

Choose Theme