Home Bibles ઊત્પત્તિ 15:4 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 15:4 · ગુજરાતી બાઇબલ

પછી યહોવાએ ઇબ્રામ સાથે વાતો કરી. દેવે કહ્યું, “તમાંરી માંલમિલકત તમાંરો આ દાસ નહિ મેળવે. તને એક પુત્ર થશે, ને તે જ તારી માંલમિલકત પ્રાપ્ત કરશે.

Cross references

ઊત્પત્તિ 17:16

હું તેને આશીર્વાદ આપીશ. હું તેને પુત્ર આપીશ અને તું પિતા બનીશ. તે ઘણી નવી દેશજાતિઓની માંતા થશે. એને પેટે પ્રજાઓના રાજા જન્મ ધારણ કરશે.”

ઊત્પત્તિ 21:12

પરંતુ દેવે ઇબ્રાહિમને કહ્યું, “એ પુત્રને કારણે તથા દાસી સ્ત્રીને કારણે મનમાં દુ:ખી થઈશ નહિ. સારા તને જે કંઈ કહે તે તેના કહ્યાં પ્રમાંણે કર. કારણ કે તારો વંશવેલો ઇસહાકથી ચાલુ રહેશે.

2 શમએલ 7:12

“તું મૃત્યુ પામીશ ત્યારે તને તારા પૂર્વજો સાથે દફનાવવામાં આવશે. હું તારા પુત્રોમાંના એકને તારા રાજયાસન ઉપર બેસાડીશ.

2 શમએલ 16:11

દાઉદે અબીશાયને અને બીજા બધા અમલદારોને કહ્યું, “જો માંરો સગો પુત્ર માંરો જીવ લેવા તૈયાર હોય તો આ બિન્યામીનના કુળસમૂહના માંણસને એમ કરવાનો વધુ અધિકાર છે. તેને મને શાપ આપવા દો. યહોવાએ તેને આમ કરવા કહ્યું છે.

2 કાળવ્રત્તાંત 32:21

આથી યહોવાએ એક દેવદૂતને મોકલ્યો. તેણે આશ્શૂરના રાજાની છાવણીમાંના બધા યોદ્ધાઓને, સેનાપતિઓને અને અમલદારોને કાપી નાંખ્યા, અને સાન્હેરીબને શરમિંદા બનીને પોતાને દેશ પાછું જવું પડ્યું, તે પોતાના દેવના મંદિરમાં ગયો અને ત્યાં તેના પોતાના જ કોઇ પુત્રએ તેને તરવારથી કાપી નાખ્યો.

ગલાતીઓને પત્ર 4:28

ઈબ્રાહિમનો એક પુત્ર કુદરતી રીતે જન્મ્યો હતો. ઈબ્રાહિમનો બીજો પુત્ર (ઈસહાક) આત્માની શક્તિથી જન્મ્યો હતો. તે જન્મ્યો હતો દેવના વચનને કારણે. મારા ભાઈઓ અને બહેનો, તમે પણ તે વખતે જેમ ઈસહાક હતો તેમ વચન થકી જન્મેલા બાળકો છો.

ફિલેમોને પત્ર 1:12

હું તારી પાસે તેને પાછો મોકલું છું. મારું પોતાનું હૈયું હું તેની સાથે મોકલું છું.

Interlinear

Choose Theme