Home Bibles ઊત્પત્તિ 14:11 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 14:11 · ગુજરાતી બાઇબલ

સદોમ અને ગમોરાહની પાસે જે કંઈ હતું તેને તેના શત્રુઓએ લઈ લીધું. તેઓએ તેમનો આખો અન્નભંડાર અને માંલમિલકત લઈ લીધાં અને ચાલ્યા ગયા.

Cross references

ઊત્પત્તિ 12:5

ઇબ્રામે જયારે હારાન છોડયું ત્યારે તે એકલો ન હતો. ઇબ્રામે પોતાની પત્ની સારાયને અને પોતાના ભાઈના દીકરા લોતને હારાનમાં હતા ત્યારે તેમણે ભેગી કરેલી બધી સંપત્તિને તથા તેમણે રાખેલા બધા નોકરોને સાથે લીધાં અને તેઓ કનાન દેશ જવા નીકળ્યાં અને ત્યાં પહોંચ્યાં.

ઊત્પત્તિ 14:16

અને ઇબ્રામ દુશ્મનો દ્વારા ચોરાયેલી બધી વસ્તુઓ પાછી લાવ્યા. અને પોતાના કુટુંબી લોતને તથા તેની માંલમત્તા અને સ્ત્રીઓ તેમજ બાકીના લોકોને પણ તે પાછા લઈ આવ્યા.

ઊત્પત્તિ 14:21

પદ્ધી સદોમના રાજાએ કહ્યું, “તમે આ બધી વસ્તુઓ પોતાની પાસે રાખી શકો છો. ફકત માંરા જે મૅંણસોને દુશ્મનો પઢડીને લઈ ગયા હતા તે મને સુપ્રત કરો.”

પુનર્નિયમ 28:31

તમાંરાં ઢોરને તમાંરી આંખો સામે કાપવામાં આવશે, પણ તેનું માંસ તમે ખાવા પામશો નહિ, તમાંરી નજર સામે તમાંરો ગધેડો ચોરાઈ જશે પરંતુ તે તમને પાછો મળશે નહિ. વળી તમાંરા ઘેટા બકરાં તમાંરા શત્રુઓ ઉઠાવી જશે છતાં કોઈ તમાંરી મદદે આવશે નહિ.

પુનર્નિયમ 28:35

યહોવા, તમને પગે અને ઘૂંટણે ગૂમડાંના ભોગ બનાવશે અને તેનો કોઈ ઉપાય હશે નહિ; અને એ ગૂમડાં પગથી માંથા સુધી પ્રસરી જશે.

પુનર્નિયમ 28:51

જ્યાં સુધી તમાંરો નાશ ન થઇ જાય ત્યાં સુધી તેઓ તમાંરા ઢોરઢાંખર અને પાક લઇ જશે. તમાંરું અનાજ, નવો દ્રાક્ષારસ, જૈતતેલ, વાછરડાં, ઘેટાં બચશે નહિ, પરિણામે તમે મોત ભેગા થઈ જશો.

Interlinear

Choose Theme