Home Bibles ☰ Books ઊત્પત્તિ 12:9 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 12:9 · ગુજરાતી બાઇબલ

ત્યાંથી ઇબ્રામે ફરી યાત્રાનો આરંભ કર્યો અને નેગેબ તરફ આગળ વધ્યો.

Cross references

ઊત્પત્તિ 13:1

ઇબ્રામે મિસર છોડયું. તે પોતાની પત્ની અને પોતાનો બધો સામાંન સાથે લઈને મિસરથી નેગેબ તરફ પાછો ગયો. લોત પણ તેની સાથે હતો.

ઊત્પત્તિ 13:3

ઇબ્રામ બધી બાજુ પ્રવાસ કરતો રહ્યો. તે નેગેબથી મજલ કરતાં કરતાં બેથેલ નજીક, જે સ્થળે એમણે શરૂઆતમાં બેથેલ અને આય વચ્ચે મુકામ કર્યો હતો.

ઊત્પત્તિ 20:1

ઇબ્રાહિમે એ સ્થળ છોડયું અને નેગેબ તરફ પ્રયાણ કર્યુ. અને કાદેશ અને શૂર વચ્ચે ગેરારમાં વસવાટ કર્યો.

ઊત્પત્તિ 20:13

દેવે મને માંરા પિતાના ઘરથી દૂર મોકલ્યો હતો. દેવે મને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો, કર્યો હતો, તેથી મેં સારાને કહ્યું હતું કે, ‘તારે માંરા પર આટલી કૃપા કરવી પડશે. આપણે જયાં જયાં જઈએ ત્યાં ત્યાં તારે કહેવું પડશે કે, આ માંરો ભાઈ છે!”‘

ઊત્પત્તિ 24:62

તે સમયે ઇસહાકે બેર-લાહાય-રોઇ છોડી દીધું હતું અને નેગેબમાં રહેવાનું શરૂ કર્યુ હતું.

ગીતશાસ્ત્ર 105:13

તેઓ એક દેશથી બીજે દેશ અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફરતાં.

હિબ્રૂઓને પત્ર 11:13

આ બધાજ માણસો મરણ પામ્યા ત્યાં સુધી દેવે વચનો આપ્યાં તેમાંથી કાંઇજ મેળવી શક્યા નહિ છતાં વિશ્વાસથી જીવ્યા, તેઓએ પેલાં વચનો દુરથી જોયા. અને તેમનું સ્વાગત કર્યુ અને તેઓએ એ પણ જાણ્યું કે આ પૃથ્વી અમારું કાયમી ઘર નથી, અહીં તો અમે માત્ર મુસાફરો જ છીએ.

Interlinear

Choose Theme