Home Bibles ☰ Books ઊત્પત્તિ 11:28 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 11:28 · ગુજરાતી બાઇબલ

હારાન તેની જન્મભૂમિ કાસ્દીઓના ‘ઉર’ નગરમાં મૃત્યુ પામ્યો. જયારે હારાન મૃત્યુ પામ્યો ત્યારે તેનો પિતા ‘તેરાહ’ જીવતો હતો.

Cross references

ઊત્પત્તિ 11:31

તેરાહએ પોતાના પરિવારને સાથે લીધો અને કાસ્દીઓના ‘ઉર’ નગરને છોડી દીધું. તેઓએ કનાન યાત્રા કરવાની ઈચ્છા પ્રદશિર્ત કરી. તેરાહએ પોતાના પુત્ર ઇબ્રામ, પોતાનો પૌત્ર લોત (હારાનનો પુત્ર) પોતાની પુત્રવધૂ (ઇબ્રામની પત્ની) સારાયને સાથે લીધા. તેઓએ હારાન સુધીની યાત્રા તો કરી અને ત્યાં જ રહેવાનું નક્કી કર્યું.

ઊત્પત્તિ 15:7

દેવે ઇબ્રામને કહ્યું, “હું જ એ યહોવા છું જે તને આ ભૂમિનો માંલિક બનાવવા માંટે ખાલદીઓના ઉર શહેરમાંથી લઈ આવ્યો છું.”

નહેમ્યા 9:7

તું તે જ યહોવા દેવ છે કે, જેણે ઇબ્રામને પસંદ કર્યો, તેં જ તેને ખાલ્દીઓના ઉરમાંથી બહાર કાઢયો અને તેં જ તેનું નામ ઇબ્રાહિમ પાડ્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 7:2

સ્તેફને જવાબ આપ્યો, “મારા ભાઈઓ અને યહૂદિ વડીલો મને ધ્યાનથી સાંભળો. આપણા પૂર્વજ ઈબ્રાહિમને આપણા મહિમાવાન દેવના દર્શન થયા. ઈબ્રાહિમ મેસોપોટેમિયામાં રહેતો પછી તે હારાનમાં રહેવા ગયા હતો તે અગાઉ આ બન્યું હતું.

Interlinear

Choose Theme