Home Bibles ☰ Books એઝરા 3:5 · ગુજરાતી બાઇબલ
એઝરા 3:5 · ગુજરાતી બાઇબલ

એના પછી લોકોએ નિત્યનાં દહનાર્પણો, ચંદ્રદર્શનના દિવસની ઉજવણીના અર્પણો તથા બીજાં વાષિર્ક પવોર્ની ઉજવણીનાં અર્પણો ચઢાવ્યા જે યહોવાને માટે પવિત્ર હતા એ લોકોએ ઉપહાર પણ અર્પણ કર્યા.

Cross references

નિર્ગમન 29:38

“તારે વેદી પર આટલી બલિ ચઢાવવી: પ્રતિદિન કાયમને માંટે એક વર્ષની ઉંમરના બે હલવાન અર્પણ કરવાં.

લેવીય 1:2

“તું ઇસ્રાએલના પુત્રોને આ પ્રમાંણે આજ્ઞા કર; જયારે તમાંરામાંથી કોઈ પણ વ્યક્તિ યહોવાને અર્પણ ચઢાવે ત્યારે તેણે કાં તો કોઈ ઢોર અર્પણ કરવું કાં તો ઘેટાંબકરાં અર્પણ કરવા.

લેવીય 1:3

“જો કોઈ અર્પણ ઢોરના દહનાર્પણનું હોય, તો તે બળદ હોવું જોઈએ અને તે ખોડખાંપણ વગરનું હોવું જોઈએ. તેણે ઢોરને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવવું જેથી યહોવા માંટેના તે અર્પણનો યાજકો સ્વીકાર કરે.

લેવીય 23:2

“ઇસ્રાએલી લોકોને તું આ કહે: યહોવાના ઉત્સવો નીચે મુજબ છે, તમાંરે યહોવાના પસંદ કરેલા ઉત્સવોને ધર્મસંમેલનો તરીકે જાહેર કરવા.

ગણના 28:3

તમાંરે નિયત સમયે મને આગમાં બનાવેલું ખાદ્યાર્પણ ધરવું, તેની સુગંધ મને પ્રસન્ન કરે છે.” તેથી તમાંરે નીચે મુજબ અર્પણ ચઢાવવું. પ્રતિદિન તમાંરે એક વર્ષના ખોડખાંપણ વગરના બે નર હલવાનોનું દહનાર્પણ કરવું જ.

ગણના 28:11

“પ્રત્યેક મહિનાના પ્રથમ દિવસે તમાંરે યહોવાને દહનાર્પણમાં 2વાછરડા, એક ઘેટો અને 1વર્ષની ઉમર ના 7નર હલવાનો ખોડખાંપણ વગરના ચઢાવવાં.

ગણના 28:14

તમાંરે પેયાર્પણમાં વાછરડા દીઠ અડધો ગેલન દ્રાક્ષારસ, ઘેટા દીઠ સવા ગેલન દ્રાક્ષારસ અને હલવાન દીઠ પા ગેલન દ્રાક્ષારસ ચઢાવવો, વર્ષના પ્રત્યેક મહિનામાં બારે માંસ અર્પણ કરવાનું આ દહનાર્પણ છે.

ગણના 28:19

તમાંરે યહોવાને દહનાર્પણમાં 2વાછરડા, 1ઘેટો અને 1વર્ષની ઉમરનાં ખોડખાંપણ વિનાનાં 7હલવાનો ચઢાવવાં.

ગણના 28:27

તે દિવસે એક ખાસ દહનાર્પણ યહોવા સમક્ષ ચઢાવવું. તેની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે, તે માંટે તમાંરે 2વાછરડા, 1ઘેટો અને એક વર્ષના 7નર હલવાનો લાવવા.

ગણના 29:2

તે દિવસે તમાંરે યહોવાને દહનાર્પણમાં એક વાછરડો, એક ઘેટો અને એક વર્ષની વયનાં ખોડખાંપણ વિનાના 7હલવાન અર્પણ કરવાં. તેની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.

ગણના 29:8

તે દિવસે તમાંરે યહોવા સમક્ષ દહનાર્પણમાં એક વાછરડો, એક ઘેટો અને એક વર્ષની વયના સાત નર હલવાનો ખોડખાંપણ વિનાના અર્પણ કરવાં. આની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.

ગણના 29:13

તે દિવસે યહોવા જેનાથી પ્રસન્ન થાય છે તે અર્પણ કરવું. તમાંરા આ વિશિષ્ટ દહનાર્પણમાં 13વાછરડા. 2ઘેટા અને એક વર્ષની ઉમરનાં ખોડખાંપણ વિનાનાં

ગણના 29:39

“તમાંરા ઠરાવેલા વાર્ષિક ઉસ્તવો દરમ્યાન આ અર્પણો ફરજિયાત છે. આ અર્પણો તમાંરી બાધાના પૂર્ણ કરવાના અર્પણો, અથવા ખાસ ભેટના અર્પણો અથવા દહનાર્પણો, ખાદ્યાર્પણો, પેયાર્પણો તથા શાંત્યર્પણોની ઉપરાંત અર્પણ કરવાના છે.”

પુનર્નિયમ 12:6

ત્યાં જ તમાંરે તમાંરાં બધાં દહનાર્પણો અને અન્ય અર્પણો જે વેદી પર અર્પિત કરવામાં આવશે, કૃષિ ઉપજનો દશમો ભાગ, કૃષિ ઉપજના અન્ય અર્પણો, તમાંરી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માંટેનાં ખાસ અર્પણો, તમાંરી ખાસ ભેટો અને તમાંરાં ઘેટા, બકરાંના તથા ઢોરઢાંખરના પ્રથમજનિતો લાવવાં.

પુનર્નિયમ 12:17

“પરંતુ અર્પણોમાંનું કશું જ ઘરે ખાવું નહિ, અનાજનો, દ્રાક્ષારસનો કે તેલનો દશમો ભાગ, અથવા તમાંરાં ઢોરનાં કે ઘેટાંબકરાંનાં પ્રથમજનિત અથવા બાધાબલિઓ, સ્વૈચ્છિક બલિઓ કે દાનબલિઓ તમાંરે તમાંરા વસવાટોમાં ખાવાના નથી.

2 કાળવ્રત્તાંત 29:31

ત્યારબાદ હિઝિક્યાએ કહ્યું, “હવે તમે યહોવાની સેવાને સમપિર્ત થયા છો. આગળ આવો, અને યહોવાના મંદિર માટે હોમબલિ અને આભારના બલિ લઇ આવો.” આથી સભાજનો હોમબલિ અને આભારના બલિ લઇ આવ્યા, અને જેમની ઇચ્છા હતી તેઓ દહનાર્પણો લઇ આવ્યા.

2 કાળવ્રત્તાંત 31:14

પૂર્વના દરવાજાના દ્વારપાળ લેવી યિમ્નાહના પુત્ર કોરેને યહોવાનાં અર્પણો તથા પરમપવિત્ર વસ્તુઓ સ્વીકારવાની અને તેમની ફાળવણી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

નહેમ્યા 10:34

“ત્યારબાદ નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા દેવ યહોવાની વેદી પર બાળવા માટે, અમારા પિતૃઓનાં પરિવારો પ્રમાણે પ્રતિવર્ષ ઠરાવેલા ચોક્કસ સમયે અમારા દેવના મંદિરમાં લાકડાંઓના અર્પણો લાવવા માટે, અમે, યાજકો, લેવીઓ તથા લોકો વચ્ચે ચિઠ્ઠીઓ નાખી.

Interlinear

Choose Theme