પ્રત્યેક વ્યકિતએ પોતાની યથા શકિત પ્રમાણે બાંધકામ માટે આપ્યુ. 500 કિલો સોનું; 3,000 કિલોચાંદી અને યાજકો માટે 100 પોશાકો આપ્યા.
Cross references
આમ યહોવાના મંદિરનું બાંધકામ પૂર્ણ થયું. ત્યારે સુલેમાંન રાજાએ તેના પિતાએ યહોવાને અર્પણ કરેલા બધાં સોનાઁ અને ચાંદીના પાત્રો લઈ જઈને યહોવાના મંદિરના ભંડારમાં જમાં કરાવ્યાં.
“મેં પુષ્કળ મહેનત કરીને યહોવાના મંદિર માટે 3,750 ટન સોનું, 37,500 ટન ચાંદી, અને જોખ્યું જોખાય નહિ તેટલું કાંસુ અને લોઢું એકઠાં કર્યા છે. લાકડાં અને પથ્થર પણ મેં ભેગા કર્યા છે, પણ તારે થોડા વધારે એકઠાં કરવા પડશે.
અહિયાની આગેવાની નીચે બીજા લેવીઓને દેવનાં મંદિરના ખજાનાની અને પવિત્રસ્થાનની રખેવાળી કરવાની જવાબદારી સોંપાઇ હતી.
અને રાજાની મિલકતના વહીવટદારોએ દેવના મંદિરનાં કાર્ય માટે રાજીખુશીથી 190 ટન સોનું, 5,000 સિક્કા 375 ટનથી વધારે ચાંદી, 675 ટનથી વધારે કાંસા અને આશરે 3,750 ટન લોખંડ આપવાની તૈયારી બતાવી.
મેં તે બધું સોનુ ચાંદી અને બીજી વસ્તુઓનું વજન કર્યુ જે રાજાએ, તેના સલાહકારોએ, અધિકારીઓએ અને ત્યાં હાજર રહેલા બધાં ઇસ્રાએલીઓએ દેવના મંદિર માટે આપ્યું હતું.
અન્ય પિતૃઓનાં કુટુંબોના આગેવાનોમાંથી કેટલાકે 170 કિલોસોનું તથા 2,200 માનેહચાંદી આ કામ માટે ભંડારમાં આપ્યાં.