એ બધાએ પોતાની પત્નીઓને હાંકી કાઢવાનું વચન આપ્યું અને દરેકે પોતાના પાપના પાપાર્થાર્પણ તરીકે એક ઘેટો ધરાવ્યો;
Cross references
“જો કોઈ વ્યક્તિ અજાણતાં પવિત્રવસ્તુઓ સાથે કઈ ખોટુ કરીને પાપ કરે; તો તેણે દોષાર્થપણ માંટે ખોડખાંપણ વગરનો એક ઘેટો લાવવો. તેણે પોતાનું પાપ શુદ્ધ કરવા ઘેટાને યહોવા સમક્ષ લાવવો. તમાંરે અધીકૃત માંપ વાપરી ઘેટાની કિંમત આંકવી.
તો તે દોષિત છે, તેણે જે કાંઈ ચોરી લીધું હોય, બળજબરીથી લીધું હોય અથવા છેતરીને લીધું હોય, અથવા રાખવા લીધું હોય અથવા મળ્યું હોય અને તેના વિષે ખોટુ બોલ્યો હોય અથવા બીજી કોઈપણ વાતમાં તેણે ખોટા સમ ખાધા હોય તો.
તેણે એક ખોડખાંપણ વગરનો ઘેટો યાજક પાસે યહોવાને પ્રાયશ્ચિત તરીકે લાવવો અને તેની કિંમત મંદિરના ધોરણે ઠરાવવી.
ત્યાંથી નીકળીને તે જવા લાગ્યો, ત્યારે સામેથી રેખાબનો પુત્ર યહોનાદાબ તેને મળવા આવતો હતો. તેમણે એકબીજાની કુશળતા પૂછી.પછી યેહૂએ તેને કહ્યું, “હું તારા પ્રત્યે જેવો વિશ્વાસુ છું તેવો તું મારા પ્રત્યે છે?”યહોનાદાબે કહ્યું, “હા છું.”પછી યેહૂએ કહ્યું, “તારો હાથ મને આપ.”અને યેહૂએ તેને રથમાં પોતાની બાજુએ ખેંચી લીધો.
તમામ અધિકારીઓએ અને યોદ્ધાઓએ તેમજ રાજા દાઉદના બધા પુત્રોએ રાજા સુલેમાન પ્રત્યે વફાદારીના સમ લીધાં
હવે તમે અમારા પિતૃઓના જેવા હઠીલા થશો નહિ. યહોવાને તાબે થાઓ. સદાને માટે એણે જેને પવિત્ર કર્યું છે તે પરમપવિત્રસ્થાનમાં આવો, તમારા દેવ યહોવાની સેવા કરો, જેથી તેનો રોષ તમારા ઉપરથી ઊતરી જાય.
અમારે પેટ ભરીને રોટલો મેળવવા માટે મિસર અને આશ્શૂર સામે હાથ જોડવા પડ્યા.
યાકૂબ, પિતર, અને યોહાનને આગેવાનો તરીકે ગણવામાં આવ્યા છે. તેઓએ જોયું કે દેવે મને આ વિશિષ્ટ કૃપા (દાન) આપી છે. તેથી તેઓએ મારો અને બાર્નાબાસનો સ્વીકાર કર્યો. પિતર, યાકૂબ, અને યોહાને કયું કે, “પાઉલ અને બાર્નાબાસ, તમે જે લોકો યહૂદી નથી તેઓની પાસે જાઓ તેની સાથે અમે સહમત છીએ. અમે યહૂદીઓ પાસે જઈશું.”