Home Bibles એઝરા 10:11 · ગુજરાતી બાઇબલ
એઝરા 10:11 · ગુજરાતી બાઇબલ

માટે હવે તમારા પિતૃઓના દેવ યહોવા આગળ પાપોની કબૂલાત કરો અને તેની ઇચ્છાને અનુસરીને તમારી નજીક વસતા અન્ય દેશોના લોકોથી અને તમારી વિધમીર્ પત્નીઓથી અલગ થઇ જાઓ.”

Cross references

લેવીય 26:40

“પરંતુ કદાચ તેઓ પોતાનાં અને પોતાના પિતૃઓનાં પાપો કબૂલ કરશે, મને વિશ્વાસઘાત કરીને માંરી વિરુદ્ધ પડીને તેમણે જે પાપો કર્યા છે તે કબૂલ કરશે,

પુનર્નિયમ 7:3

તમે તેઓની સાથે લગ્નવ્યવહાર ન રાખો. તમાંરા પુત્રોને તેઓની પુત્રીઓ સાથે કે તમાંરી પુત્રીઓને તેઓના પુત્રો સાથે પરણાવશો નહિ.

યહોશુઆ 7:19

પછી યહોશુઆએ આખાનને કહ્યું, “પુત્ર, ઇસ્રાએલના દેવ યહોવાને આદર આપ અને તેં જે કાંઈ કર્યું હોય તે મને કહે. માંરાથી કશું છુપાવીશ નહિ.”

એઝરા 9:1

પરંતુ આ બધું પૂરું થયા પછી કેટલાક આગેવાનો મારી પાસે આવ્યા ને કહ્યું, “ઇસ્રાએલના લોકો, યાજકો અને લેવીઓએ પોતાની જાતને દેશમાં રહેતા વિદેશી લોકોથી જુદી પાડી નથી. તેઓએ કનાનીઓ, હિત્તીઓ, પરિઝિઝઓ, યબૂસીઓ, આમ્મોનીઓ, મોઆબીઓ, મિસરવાસીઓ અને અમોરીઓના ઘૃણાપાત્ર રીત રિવાજો અને માગોર્ અપનાવ્યા છે.

એઝરા 10:3

હવે આપણે આપણા દેવ સમક્ષ કરાર કરીએ કે, આપણે આ સ્ત્રીઓને તેમના પુત્રો સાથે હાંકી કાઢીશું. અમે આ પ્રમાણે તમારી અને દેવથી ડરીને ચાલનારા બીજાઓની સલાહ પ્રમાણે કરીશું. દેવના નિયમનું પાલન થવું જ જોઇએ.

નહેમ્યા 9:2

તે બધાં જેઓના પૂર્વજ ઇસ્રાએલી હતા, તેઓએ પોતાને વિદેશીઓથી જુદા કર્યા અને તેઓએ ઉભા થઇને પોતાના અને પોતાના પૂર્વજોના પાપ કબૂલ કર્યા.

નહેમ્યા 13:3

જ્યારે લોકોએ આ નિયમશાસ્ત્ર સાંભળ્યું ત્યારે સર્વ વિદેશીઓને ઇસ્રાએલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

ગીતશાસ્ત્ર 32:5

પણ મેં મારા બધાં પાપો તમારી સમક્ષ કબૂલ કરવાનો નિર્ણય લીધો. મે મારા પાપોને છુપાવવાનું બંધ કર્યુ. મે પોતાને કહ્યું, “હું મારા પાપો યહોવા સમક્ષ કબૂલ કરીશ.” અને તમે મારા પાપો બદલ મને ક્ષમા આપી.

નીતિવચનો 28:13

જે માણસ પોતાના અપરાધોને ઢાંકે છે, તેની આબાદી થશે નહિ, પણ જે કોઇ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.

યશાયા 1:16

“સ્નાન કરીને શુદ્ધ થાઓ. મારી આંખ આગળ દુષ્કૃત્યો કરવાનું બંધ કરો, ભૂંડા કામ કરવાના છોડી દો. અને ભલું કરતાં શીખો.

યશાયા 56:4

કારણ યહોવાના વચન છે, “જે ખોજાઓ વિશ્રામવારનું પાલન કરશે અને મારા કરારને દ્રઢતાથી વળગી રહેશે.

ચર્મિયા 3:13

ફકત તારો દોષ કબૂલ કર કારણ કે તેં, તારા યહોવા દેવ સામે બળવો કર્યો છે, પ્રત્યેક ઘટાદાર વૃક્ષ નીચે પારકા દેવોની મૂર્તિઓની તેં પૂર્ણહૃદયપૂર્વક ઉપાસના કરી છે. તેં મારો સાદ સાંભળ્યો નથી.”‘ આ યહોવાના વચન છે.

ચર્મિયા 7:3

ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાનાં વચન સાંભળો, તે કહે છે; ‘તમારાં આચરણ અને કમોર્ સુધારો, તો હું તમને આ સ્થળે રહેવા દઇશ.

યર્મિયાનો વિલાપ 18:30

એટલે, ઓ ઇસ્રાએલીઓ, હું યહોવા મારા માલિક, તમને કહું છું કે, હું, તમારો દરેકનો તેના વર્તન ઉપરથી ન્યાય કરીશ.

રોમનોને પત્ર 12:2

આ દુનિયાના લોકો જેવા થવા માટે તમે તમારા જીવનનું પરિવર્તન કરશો નહિ. પરંતુ નવી વિચાર-શૈલી અપનાવીને તમે તમારા જીવનમાં પૂર્ણ રીતે આંતરિક પરિવર્તન પામો, તો જ દેવ તમારા માટે શું ઈચ્છે છે તે તમે નક્કી કરી શકશો અને તે સ્વીકારી શકશો. તમે જાણી શકશો કે કઈ વસ્તુઓ સારી છે અને દેવને પ્રિય છે, અને કઈ વસ્તુઓ સંપૂર્ણ છે.

1 કરિંથીઓને 2:12

જગતના આત્માને તો આપણે પ્રાપ્ત કરી શક્યા નથી, પરંતુ દેવ તરફથી પ્રાપ્ત થયેલા આત્માને આપણે મેળવ્યો છે. આપણે આ આત્મા પ્રાપ્ત કર્યો છે, તેથી દેવે આપેલી વસ્તુઓને આપણે જાણી શકીએ છીએ.

2 કરિંથીઓને 6:17

“તેથી તે લોકોથી વિમુખ થાઓ અને તમારી જાતને તેઓનાથી જુદી તારવો, એમ પ્રભુ કહે છે. જે કઈ નિર્મળ નથી તેનો સ્પર્શ ન કરો, અને હું તમને અપનાવીશ.” યશાયા 52:11

કલોસ્સીઓને પત્ર 1:10

તમે આ બાબતોનો જીવનમાં એ રીતે ઉપયોગ કરો કે જેથી પ્રભુ તેમના વડે સમ્માનિત થાય, અને સર્વ પ્રકારે તેનાથી તે પ્રસન્ન થાય; કે તમે દરેક પ્રકારના સત્કાર્યો કરો અને દેવ અંગેના જ્ઞાનમાં વિકસિત થાવ;

હિબ્રૂઓને પત્ર 13:21

તમને પ્રત્યેક સારી વસ્તુઓમાં પરિપૂર્ણ બનાવો તેથી તમે તેની ઈચ્છાઓ પૂર્ણ કરી શકો. વળી આપણામાં ઈસુ ખ્રિસ્ત દ્ધારા જે વસ્તુઓ તેને પ્રસન્ન કરે છે તે કરવા દો. ઈસુનો ગૌરવ સદાસર્વકાળ હો. આમીન.

1 યોહાનનો પત્ર 1:7

દેવ પ્રકાશમાં છે. આપણે પણ પ્રકાશમાં જીવવું જોઈએ, જો આપણે પ્રકાશમાં જીવીએ તો, પછી આપણે એકબીજાની સાથે સંગતંમાં છીએ. અને જ્યારે આપણે પ્રકાશમાં જીવીએ છીએ, તો તેના પુત્ર ઈસુનું રકત આપણને સધળાં પાપમાંથી શુદ્ધ કરે છે.

Interlinear

Choose Theme