Home Bibles યર્મિયાનો વિલાપ 7:10 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 7:10 · ગુજરાતી બાઇબલ

“ઇસ્રાએલ માટે વિનાશનો દિવસ આવે છે, ભયની ઘંટડી વાગી ચૂકી છે, ન્યાયનો દંડ મ્હોરી ચૂક્યો છે અને ઉદ્ધતાઇ સમૃદ્ધ થઇ છે.

Cross references

ગણના 17:8

બીજે દિવસે જયારે મૂસા અંદર ગયો ત્યારે લેવીના કુળનું પ્રતિનિધિત્વ કરતી હારુનની લાકડીને કળીઓ બેઠી હતી. ફૂલ ખીલ્યાં હતાં, અને પાકી બદામો પણ લાગી હતી.

ગીતશાસ્ત્ર 89:32

તો હું તેમને તેમના પાપોની શિક્ષા સોટીથી કરીશ, અને તેમનાં અન્યાયને ફટકાથી જોઇ લઇશ.

નીતિવચનો 14:3

મૂર્ખના મોઢામાં અભિમાનનો દંડો છે, પણ જ્ઞાની વ્યકિતની વાણી રક્ષણ કરે છે.

નીતિવચનો 16:18

અભિમાનનું પરિણામ નાશ છે, અને પતનની પહેલાં ગવિર્ષ્ઠ સ્વભાવ આવે છે.

યશાયા 10:5

પ્રભુએ કહ્યું, “આશ્શૂર તો મારા ગુસ્સાનો દંડૂકો છે, તેના હાથમાં મારા ગુસ્સાની લાઠી છે!

યશાયા 21:12

ચોકીદારે કહ્યું, “સવાર થાય છે, ને રાત પણ, જો તમારે પૂછવું જ હોય તો પૂછો; પાછા આવો.”

યશાયા 28:1

અફસોસ છે એફ્રાઇમના ધનવાન લોકો અહંકારી, છાકટા અને પૌષ્ટિક ખોરાકથી હષ્ટપુષ્ટ થયેલાં છે. પરંતુ તેઓ જંગલી ફૂલ કે પાંદડાના હારની જેમ ક્ષીણ થઇ જશે.

યર્મિયાનો વિલાપ 7:6

અંત આવી રહ્યો છે. તમારો અંત આવી રહ્યો છે, અત્યારે જ આવી રહ્યો છે.

યર્મિયાનો વિલાપ 12:23

“તું એમને કહે: આ યહોવાના વચન છે. હું એ કહેવત જૂઠી પાડીશ, ઇસ્રાએલમાં એ હવે કદી ઉચ્ચારાશે નહિ, તેના બદલે તેઓ કહેશે;સમય આવ્યો છે અને એકેએક ભવિષ્યવાણી સાચી પડવાની જ છે!

યર્મિયાનો વિલાપ 19:14

તેના થડમાંથી અગ્નિ પ્રગટીને તેની ડાળીઓ અને ફળોને ભરખી ગયો છે. હવે એની ડાળીઓ ફરીથી કદી મજબૂત નહિ થાય, અને તેમાંથી રાજદંડ પણ નહિ બને.’ આ શોકનું ગીત ભલે વારંવાર ગવાય. આ દુ:ખદ ગીત છે, જે વારંવાર ગવાતું આવ્યું છે.”

યર્મિયાનો વિલાપ 21:10

સંહાર કરવા માટે તેને ધારદાર બનાવેલી છે. વીજળીની જેમ ચમકારા મારે તેવી તેને બનાવી છે. અજેય રહેનાર યહૂદાના રાજદંડમાં શું આપણે આનંદ મનાવીશું? પરંતુ એ બાબિલની તરવાર એવા પ્રત્યેક રાજદંડને તુચ્છકારે છે.

યર્મિયાનો વિલાપ 21:13

હું તેઓની કસોટી કરીશ. જેને તરવાર તિરસ્કારે છે તે યહૂદાના રાજદંડનો અંત આવશે તો શું?”‘ એમ યહોવા મારા માલિક કહે છે.

યર્મિયાનો વિલાપ 30:3

તે દિવસ, એટલે યહોવાનો દિવસ આવી પહોંચ્યો છે; વાદળોથી ઘેરાયેલો દિવસ, પ્રજાઓને માથે આફત ઉતારવાનો દિવસ!

દારિયેલ 4:37

હવે હું, નબૂખાદનેસ્સાર, સ્વર્ગાધિપતિની સ્તુતિ કરું છું, પ્રશંશા કરું છું, મહિમા ગાઉં છું અને ગુણગાન કરું છું, કારણ, તેના બધાં કાર્યો સાચાં છે, તેનો વ્યવહાર ન્યાયી છે, અને જેઓ ઘમંડી છે તેઓને તે નીચા પાડે છે.

યોએલ 1:15

અરર! કેવો ભયંકર દિવસ. યહોવાનો વિશેષ દિવસ નજીક છે! સૈન્યોનો દેવ યહોવા તરફથી વિનાશ રૂપે આવશે.

1 થેસ્સલોનિકીઓને 5:3

લોકો કહેશે કે, “અમને શાંતિ છે અને અમે સુરક્ષિત છીએ.” તે સમયે પ્રસૂતાની પીડાની જેમ એકાએક તેઓનો વિનાશ આવી જશે. અને તે લોકો બચી શકશે નહિ.

યાકૂબનો 4:6

પરંતુ તે તો વધુ ને વધુ કૃપા આપે છે. અને શાસ્ત્ર કહે છે કે; “જે લોકો અભિમાનીછે, તેઓની વિરૂદ્ધ દેવ છે. પરંતુ જેઓ વિનમ્ર છે તેઓના પર દેવની કૃપા છે.”

Interlinear

Choose Theme