યર્મિયાનો વિલાપ 48:24 · ગુજરાતી બાઇબલ
બિન્યામીનના વિસ્તારની દક્ષિણે આવેલો એક ભાગ શિમયોનનો. બંનેની પૂર્વથી પશ્ચિમની સરહદ એક જ હશે.
Cross references
ઊત્પત્તિ 29:33
લેઆહ ફરીવાર ગર્ભવતી થઈ. અને તેણે બીજા પુત્રને જન્મ આપ્યો. તેણે આ પુત્રનું નામ ‘શિમયોન’ રાખ્યું. લેઆહે કહ્યું, “યહોવાએ સાંભળ્યું કે, મને પ્રેમ મળતો નથી તેથી તેણે મને આ પુત્ર આપ્યો.”
ઊત્પત્તિ 49:5
“વળી શિમયોન તથા લેવી બંને સગાં ભાઈઓ છે, એમની તરવાર હિંસાનુ હથિયાર છે,
યહોશુઆ 19:1
શિમયોનના લોકોને જમીનનો બીજો ભાગ પ્રાપ્ત થયો. તેઓની ભૂમિ યહૂદાના લોકોના પ્રદેશની અંદર હતી.