યર્મિયાનો વિલાપ 48:18 · ગુજરાતી બાઇબલ
પવિત્રભૂમિની પાસેના ભાગમાં શહેર બાંધ્યા પછી બાકી રહેલી જમીન-10,000 હાથ પૂર્વમાં અને 10,000 હાથ પશ્ચિમમાં તે શહેરમાં કામ કરતાં લોકો દ્વારા ખેતીવાડી માટે ઉપયોગ કરવામાં આવશે.
Cross references
યહોશુઆ 9:27
પણ ત્યાર પછી યહોશુઆએ આ લોકોને લાકડું કાપવા અને ઇસ્રાએલના લોકો માંટે અને યહોવાના મંદિર માંટે પાણી લાવવા ફરજ પાડી. આજ દિવસ સુધી તેઓ યહોવાએ પસંદ કરેલ જગ્યાએ આજ કામ કરી રહ્યાં છે.
એઝરા 2:43
મંદિરના સેવકો: સીહા, હસૂફા અને ટાબ્બાઓથ
નહેમ્યા 7:46
મંદિરના સેવકો: સીહા, હસૂફા અને ટાબ્બાઓથના વંશજો:
યર્મિયાનો વિલાપ 45:6
“પવિત્ર ભૂમિની પાસે અડીને 25,000 હાથ લાંબો અને 5,000 હાથ પહોળો જમીનનો ટુકડો સર્વ ઇસ્રાએલના લોકો માટે ખુલ્લો રહેશે.