“પહેલા મહિનાના ચૌદમા દિવસે તમારે પાસ્ખાનો તહેવાર ઊજવવાની શરૂઆત કરવી. સાત દિવસ સુધી સૌએ બેખમીર રોટલી જ ખાવી.
Cross references
મૂસા અને હારુન જ્યારે મિસરમાં હતા ત્યારે યહોવાએ તેમને કહ્યું,
“તમાંરા લોકો માંટે આ મહિનો વર્ષનો પહેલો મહિનો ગણાશે.
“અને તે તમાંરે આ રીતે જ ખાવું જોઈએ; તમાંરે યાત્રામાં જતા હોય તેવા કપડા પહેરવા, પગમાં પગરખાં પહેરીને, હાથમાં લાકડી લઈને, ઉતાવળે ઉતાવળે ખાવું, કેમકે આ દેવનુ દુર્લક્ષ છે-એ સમય જ્યારે દેવે પોતાનાં લોકોનું રક્ષણ કર્યુ અને તેમને વહેલા મિસરની બહાર લઈ ગયા.
આ પર્વની ઊજવણી પહેલા મહિનાના ચૌદમે દિવસે પરોઢે શરુ થવી જોઈએ.
“ઇસ્રાએલી પ્રજાએ નિયત સમયે પાસ્ખાપર્વ પાળવાનું છે.
“પહેલા મહિનાનો ચૌદમો દિવસ તે યહોવાનો પાસ્ખાનો દિવસ છે, દર વર્ષે પહેલા મહિનાની 14મી તારીખ તેની ઉજવણી કરવી.
“આબીબના મહિનામાં યહોવા તમાંરા દેવના માંનમાં પાસ્ખાપર્વને ઊજવવાનું હંમેશા યાદ રાખશો. કારણ કે, એ મહિનામાં તમાંરા દેવ યહોવા તમને રાતોરાત મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા.
તમામ જૂના ખમીરને બહાર કાઢી લો, જેથી કરીને તમે તદન નવા જ લોંદારૂપ બની જાવ. તમે ખરેખર પાસ્ખા ભોજનની બેખમીર રોટલીછો. હા, ખ્રિસ્ત આપણાં પાસ્ખાયજ્ઞને ક્યારનો ય મારી નાખવામાં આવ્યો છે.