Home Bibles યર્મિયાનો વિલાપ 31:6 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 31:6 · ગુજરાતી બાઇબલ

દરેક જાતના પંખીઓએ તેમાં માળા બાંધ્યા, એની છાયામાં બધાં જંગલી પશુઓએ બચ્ચાંને જન્મ આપ્યાં અને અસંખ્ય પ્રજાઓએ એની છાયામાં વિશ્રામ કર્યો.

Cross references

ગીતશાસ્ત્ર 104:17

ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે; વળી દેવદાર વૃક્ષ બગલાઓનું રહેઠાણ છે.

યર્મિયાનો વિલાપ 17:23

ઇસ્રાએલના ઊંચામાં ઊંચા પર્વતની ટોચે રોપીશ. એને ડાળીઓ ફૂટશે, ફળ બેસશે, અને એ ભવ્ય એરેજવૃક્ષ બનશે. તમામ પ્રકારના પંખીઓ એની વિશાળ શાખાઓની છાયામાં વાસો કરશે.

દારિયેલ 4:12

તેના પાંદડાં સુંદર હતાં, ફળથી તે લચી પડ્યું હતું, તેને એટલાં ફળ લાગ્યાં હતાં કે, બધાં ધરાઇને ખાઇ શકે, વગડાનાં પશુઓ તેની છાયા નીચે આશ્રય પામતા અને આકાશના પંખીઓ તેની ડાળીઓમાં વાસો કરતા અને બધા જીવો તેના ઉપર વસતા.

દારિયેલ 4:21

જેને સુંદર તાજાં લીલાં પાંદડાં હતાં, વળી જે ફળોથી લચી પડ્યું હતું. જેમાંથી બધાનો નિભાવ થતો હતો. જેની છાયામાં વગડાના પશુઓ આશ્રય પામતા હતા અને જેની ડાળીઓમાં પંખીઓનો વાસ હતો.

માથ્થી 13:32

બધા જ બી કરતાં તે સૌથી નાનું છે. પણ તે જ્યારે ઉગે છે ત્યારે બગીચાનાં બધાજ છોડ કરતાં બધારે મોટું બને છે અને તે વૃક્ષ બને છે. અને પક્ષીઓ ત્યાં આવીને ડાળીઓમાં માળા બાંધે છે.

Interlinear

Choose Theme