અરામ તેના વેપારીઓ મોકલીને તારી ઉત્પન્ન કરેલી વસ્તુઓ ખરીદતું હતું. તેઓ નીલમણિ, મૂલ્યવાન જાંબુડિયાં રંગના વસ્ત્રો, ભરતકામ કરેલી વસ્તુઓ, બારીક મલમલ, પરવાળાં તથા કિંમતી પત્થરો આપતા હતા.
Cross references
શેમના પુત્રો હતા: એલામ, આશુર, આર્પાકશાદ, લૂદ અને અરામ.
આ રીતે ઇસહાકે યાકૂબને પાદૃાનારામમાંના પ્રદેશમાં મોકલ્યો, યાકૂબ ત્યાં તેના માંમાંને ત્યાં ગયો. અરામી બથુએલ, લાબાન અને રિબકાનો પિતા હતો. અને રિબકા યાકૂબ અને એસાવની માંતા હતી.
ફરી ઈસ્રાએલીઓએ યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યું. તેમણે બઆલદેવની અને અશેરાદેવીની મૂર્તિની તેમજ અરામ, સિદોન, મોઆબ, આમ્મોન અને પલિસ્તીઓનાં દેવદેવીઓની પૂજા કરવા માંડી, તેમણે દેવને છોડી દીધો અને તેની ઉપાસના કરવાનું બંધ કર્યુ.
દમસ્કસના અરામીઓ સોબાહના રાજા હદાદએઝેરની મદદ કરવા આવ્યા, પરંતુ દાઉદે 22,000 અરામીઓને હરાવ્યા.
હવે આમ્મોનીઓને ભાન થયું કે પોતે દાઉદની દુશ્મનાવટ વહોરી લીધી છે, એટલે તેમણે બેથ-રહોબના અને સોબાહના પ્રાંતોમાંથી 20,000 સિરિયન પાયદળને, માંઅખાહના રાજા પાસેથી 1,000 સૈનિકોને અને ટોબાના પ્રાંતમાંથી 12,000 સૈનિકોને ભાડે રાખ્યા.
હું જયારે અરામમાં આવેલા ગશૂરમાં રહેતો હતો, ત્યારે મેં યહોવાની એવી માંનતા રાખી હતી કે, જો ‘યહોવા મને પાછો યરૂશાલેમ લાવશે, તો હું યહોવાની સેવા કરીશ.”
તે સમયે ઉઝિઝયાનો પૌત્ર અને યોથામનો પુત્ર આહાઝ યહૂદામા શાસન કરતો હતો ત્યારે અરામના રાજા રસીને તથા ઇસ્રાએલના રાજા રમાલ્યાના પુત્ર પેકાહ સાથે યરૂશાલેમ ઉપર ચઢાઇ કરી, પણ તેને કબજે ન કરી શક્યો.
દેવના ઉદ્યાન એદનમાં તારો વાસ હતો અને બધી જાતના રત્નો તું ધારણ કરતો હતો; હીરા, માણેક, પોખરાજ, નીલમ, અકીક, બદામી ઇન્દ્રનીલ, પન્ના અને તારાં આભૂષણો સોનાનાં હતાં. તારા જન્મ સમયે તારે માટે બનાવવામાં આવ્યાં હતાં.