“વળી એમણે સંદેશાવાહકો મોકલીને દૂર દૂરથી માણસોને બોલાવ્યા. જ્યારે તેઓ આવ્યા ત્યારે તમે તેઓનું સ્વાગત કર્યું. તમે સ્નાન કર્યું, આંખોમાં કાજળ આંજયું અને વસ્ત્રાભૂષણ ધારણ કર્યા.
Cross references
તેથી તું, હું કહું છું તેમ કર. નાહીધોઈને શરીરે અત્તર લગાવી સારાં વસ્ત્રો પહેરી ખળામાં જા, પણ તે રાત્રીનું ખાણું પતાવે ત્યાં સુધી તેને જાણવા ન દેતી કે તું આવી છે,
યેહૂ યિઝએલ પહોચી ગયો, ઈઝેબેલને બધી વાતની જાણ થઈ ગઇ હતી, તેણે આંખોનો શણગાર કર્યો, માથું ઓળ્યું અને બારીમાંથી જોવા લાગી.
હિઝિક્યાએ તેઓનો આભાર માન્યો અને તેઓને પોતાનો આખો ખજાનો બતાવ્યો, તેના ભંડારના બધા જ ચાંદી, સોનું, સુગંધી દ્રવ્યો, મૂલ્યવાન તેલ અને શસ્રભંડાર એ સર્વ તેને બતાવ્યું.
રાજા અહાશ્વેરોશની સામે કુમારિકાઓના દરેકના વારા આવે તે પહેલાં તેઓને છ માસ સુધી સુગંધી પદાથોર્ વડે માવજત આપવામાં આવતી. પછી બીજા છ માસ તેઓને તેલો અને સૌંદર્ય માવજતો આપવામાં આવતી. આમ તેઓની બાર માસ સુધી કાળજી લઇ તૈયાર કરવામાં આવતી.
અચાનક એ સ્ત્રી તેને મળવા બહાર આવી, તેણે વારાંગના જેવા વસ્ત્રો પહેર્યા હતાં અને એના મનમાં કપટ હતું.
પછી માલિક તેઓના માથાં, પગ, તથા ગળા ફરતે પહેરવાના સર્વ આભૂષણો લઇ લેશે;
તેં સુગંધીદાર ધૂપ તથા અત્તર મોલેખ દેવને ભેટ તરીકે અર્પણ કર્યા છે. સંદેશવાહકોને દૂર દૂરના શેઓલમાં મોકલે છે.
તેં શા માટે તારા સૌથી સુંદર વસ્ત્રો અને ઘરેણાં પહેર્યાં છે? અને શા માટે આંખોમાં કાજળ લગાવીને આંખોને તેજસ્વી કરી છે? તેનાથી તને લાભ થવાનો નથી. તારા પ્રેમીઓ, પ્રજાઓ તારો ધિક્કાર કરે છે અને તારો વિનાશ કરવાનું ઈરછે છે.
સોનાચાંદીના તારા અલંકારો હતાં. શણ, રેશમ અને જરીયાનનાં તારાં વસ્ત્રો હતાં. ઉત્તમોત્તમ લોટ, મધ અને જૈતતેલ તારો ખોરાક હતો. તેથી પહેલા કરતાં પણ તું વધારે સુંદર લાગતી હતી. તું રાણી જેવી રૂપાળી લાગતી હતી અને તું સાચે જ રાણી હતી!
મેં જોયું કે તે તેની મોટી બહેનના પગલે જ ચાલતી હતી અને તેના જેવા જ અધમ કૃત્યો તે આચરતી હતી.