Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 23:21 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 23:21 · ગુજરાતી બાઇબલ

“તારી જુવાનીમાં મિસરમાં તું વ્યભિચારમાં ડૂબેલી રહેતી હતી અને દેહસુખ માણ્યા કરતી હતી, એ બધું તારે પાછું માણવું હતું.

Cross references

યર્મિયાનો વિલાપ 23:3

તેઓ યુવાન હતી ત્યારે મિસરમાં રહેતી હતી જે વારાંગના બની ગઇ હતી, ત્યાં જ તેમને ચુંબન, આલિંગન અને સ્તનોના મર્દનનો અનુભવ થઇ ચૂક્યો હતો અને તેમનું કૌમાર્ય હરાઇ ચૂક્યું હતું.

યર્મિયાનો વિલાપ 23:8

મિસરમાં તેણે વારાંગનાવૃત્તિ શરૂ કરી હતી, ત્યાં તે નાની હતી ત્યારથી જ માણસો તેની સાથે સૂતા અને તેને ચુંબન, આલિંગન કરી તેની સાથે વ્યભિચાર કરતાં અને એ જ તેણે ચાલુ રાખ્યું.

યર્મિયાનો વિલાપ 23:19

તે વારાંગનાવૃત્તિમાં આગળને આગળ વધતી ગઇ, અને પોતે જુવાન હતી ત્યારે મિસરમાં જેમ વારાંગનાવૃત્તિ કરતી હતી તેમ કરવા લાગી.

યોહાન 5:43

હું મારા પિતા પાસેથી આવ્યો છું. હું તેના માટે બોલું છું. પણ જો બીજી કોઈ એક વ્યક્તિ ફક્ત પોતાના માટે જ બોલતો આવે છે ત્યારે તમે તેને સ્વીકારશો.

Interlinear

Choose Theme