Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 22:21 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 22:21 · ગુજરાતી બાઇબલ

તેવી જ રીતે હું મારા ક્રોધ અને રોષમાં તમને ભેગા કરીને ઓગાળીશ. તમે મારા રોષની ભડભડતી ભઠ્ઠીમાં ઓગળી જશો.

Cross references

પુનર્નિયમ 4:24

દેવ તો ભસ્મ કરી નાખનાર અગ્નિરૂપ છે. એ તો સંપૂર્ણ નિષ્ઠા માંગનાર દેવ છે, તે મૂર્તિ પૂજા સહન નહિ કરે.

પુનર્નિયમ 29:20

તો યહોવા તેને માંફ નહિ કરે, તેની સામે યહોવાનો ઉગ્ર રોષ ભભૂકી ઊઠશે અને આ ગ્રંથમાં લખેલી એકેએક સજા તેના પર ઊતરશે, અને યહોવા પૃથ્વી પરથી તેનું નામનિશાન ભૂસી દેશે.

પુનર્નિયમ 32:22

એ મુજ ક્રોઘાગ્નિ ભભૂકી ઉઠયો છે, પાતાળના તળિયા સુધી બધુ ભસ્મ થશે. અને મૂળમાંથી આખા પર્વતને અને પૃથ્વીને અને પાકને ભરખી જશે.

2 રાજઓ 25:9

યહોવાના મંદિરને, રાજાના મહેલને અને શહેરનાં બધાં મકાનોને બાળી મૂક્યાં.

ગીતશાસ્ત્ર 21:9

જયારે તમે પ્રગટ થશો ત્યારે તેઓ તમારી પવિત્ર ઉપસ્થિતિના દિવ્ય અગ્નિમાં નાશ પામશે. યહોવા પોતાના કોપથી તેઓને ગળી જશે અને તેમનો કોપાજ્ઞિ તેમને બાળીને રાખ કરી દેશે.

ગીતશાસ્ત્ર 50:3

આપણા દેવ આવે છે, તેઓ મૌન રહેશે નહિ, ભસ્મ કરનાર અગ્નિ આગળ આવે છે, તેમની આસપાસ મહાતોફાન જાગશે.

ગીતશાસ્ત્ર 68:2

તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાંખો, જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે; તેમ દુષ્ટો દેવ સંમુખ નાશ પામો.

ગીતશાસ્ત્ર 112:10

જ્યારે દુષ્ટો આ જોશે ત્યારે ગુસ્સે થશે, તેઓ ક્રોધમાં પોતાના દાંત પીસશે; અને દુબળા થઇ જશે એમ દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.

યશાયા 30:33

આશ્શૂરના રાજાને દફનાવવા માટે લાંબા સમયથી ખાડો તૈયાર રાખવામાં આવેલો છે, એને ખોદીને ઊંડો અને પહોળો કરેલો છે, એમાં પુષ્કળ લાકડાં ખડકેલાં છે; અને યહોવાનો શ્વાસ ગંધકના પ્રવાહની જેમ તેને સળગાવે છે.

યશાયા 64:2

તમારા મહિમાનો અગ્નિ જંગલોને બાળી નાખે અને મહાસાગરોના પાણીને ઉકાળીને સૂકવી નાખે; પ્રજાઓ તમારી સમક્ષ ધ્રૂજી ઊઠે, ત્યાર પછી જ તમારા શત્રુઓ તમારી કીતિર્ અને સાર્મથ્યને સમજી શકશે.

યશાયા 64:7

કોઇ તમારા નામે વિનંતી કરતા નથી, કે કોઇ તમને વળગી રહેવા પ્રયત્ન કરતું નથી. તેં તારું મુખ અમારાથી ફેરવી લીધું છે અને અમને અમારાં દુષ્કમોર્ને હવાલે કરી દીધા છે.

ચર્મિયા 9:7

તેથી સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું તેઓને દુ:ખરૂપી કુલડીમાં ઓગાળીશ. હું તેઓને શુદ્ધ કરીશ અને ધાતુની જેમ હું તેઓની પરીક્ષા કરીશ, આ સિવાય તેઓને માટે હું બીજું શું કરું?

ચર્મિયા 21:12

હે દાઉદના ઘર, હંમેશા ન્યાય કરો, જે માણસ જુલ્મીઓના હાથે લૂંટાઇ ગયો છે તેને તેના હાથમાંથી છોડાવ, નહિ તો તારાં દુષ્ટકૃત્યોને કારણે મારો રોષ ભભૂકી ઊઠશે અને મારો ગુસ્સો જે અગ્નિ જેવો છે તે હોલવ્યા વગર ભડભડયા કરશે.

Interlinear

Choose Theme