Home Bibles યર્મિયાનો વિલાપ 20:21 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 20:21 · ગુજરાતી બાઇબલ

“‘પરંતુ તેઓનાં સંતાનોએ પણ મારી વિરુદ્ધ બંડ કર્યું. તેઓ મારા નિયમો પ્રમાણે ચાલ્યા નહિ અને મારા કાનૂનો અનુસરવાની કાળજી રાખી નહિ. મારા કાયદાઓનું પાલન કરવાથી માણસ જીવન પામે છે. વળી તેઓએ મારા વિશ્રામવારને અપવિત્ર કર્યા. તેથી મેં રણમાં તેમના પર મારો રોષ વરસાવવાનો નિર્ણય કર્યો.

Cross references

ગણના 21:5

તેઓ દેવની અને મૂસાની વિરુદ્ધ બોલવા લાગ્યા, “તમે શા માંટે અમને મિસરમાંથી લઈ આવ્યા. અહી મરવા માંટે? અહીં ખાવા અનાજ નથી, પીવાને પાણી નથી. આ સ્વાદરહિત માંન્નાથી તો અમે કંટાળી ગયા છીએ.”

ગણના 25:1

જયારે ઇસ્રાએલીઓએ શિટ્ટીમમાં મુકામ કર્યો હતો, ત્યારે એ લોકો મોઆબી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવા લાગ્યા.

પુનર્નિયમ 9:23

અને પછી યહોવાએ તમને કાદેશ-બાનેર્આથી જયારે એમ કહીને મોકલ્યા કે, ‘જાઓ, મેં તમને જે પ્રદેશ આપ્યો છે તેનો કબજો લો.’ ત્યારે પણ તમાંરા દેવ યહોવાની સામે બંડ કર્યું. અને તે તમને મદદ કરશે એવો તમે વિશ્વાસ રાખ્યો નહિ. અને તેમની આજ્ઞાનું પાલન કર્યુ નહિ.

પુનર્નિયમ 31:27

મૂસાએ તેઓને કહ્યું, તમે કેવા બળવાખોર અને હઠીલા છો તે હું જાણું છું. હું હજી તમાંરી વચ્ચે જીવતો છું છતાં આજે તમે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો, તો માંરા મૃત્યુ પછી તો તમે શું નહિ કરો!

2 કાળવ્રત્તાંત 34:21

“તમે જાઓ, મારી ખાતર, તેમજ ઇસ્રાએલમાં તથા યહૂદામાં બાકી રહેલાઓને ખાતર, મળી આવેલા પુસ્તકનાં વચનો સંબંધી યહોવાની સલાહ પૂછો; કેમ કે યહોવાનો રોષ આપણા ઉપર થયો છે તે ભયંકર છે, કારણકે આ પુસ્તકમાં જે જે લખેલું છે તે પ્રમાણે આપણા પિતૃઓએ યહોવાનું વચન પાળ્યું નથી.”

2 કાળવ્રત્તાંત 34:25

કારણ, એ લોકોએ મને છોડી દઇને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યા છે. અને પોતાનાં બધાં કૃત્યોથી મારો રોષ વહોરી લીધો છે. મારો રોષ આ જગ્યા સામે ભડભડી રહ્યો છે અને એ શાંત પડવાનો નથી.’

ગીતશાસ્ત્ર 78:10

કારણ, તેમણે દેવનો કરાર પાળ્યો નહિ; અને તેમના નિયમ પ્રમાણે વર્તવાની ના પાડી.

ગીતશાસ્ત્ર 106:29

યહોવાને આ બધી બાબતો દ્વારા તેઓએ કોપાયમાન કર્યા; તેથી તેઓ મધ્યે જીવલેણ રોગ મરકી ફાંટી નીકળ્યો.

ચર્મિયા 32:23

તેમણે આવીને એનો કબજો લીધો. પણ તેમણે તારું કહ્યું ન કર્યું કે, ન તારા નિયમશાસ્ત્રનું પાલન કર્યુ. તેમણે તારી બધી સૂચનાઓની અવગણના કરી અને તેથી તે આ બધી આફત તેમની પર ઉતારી.

યર્મિયાનો વિલાપ 4:11

યહોવાએ પૂરેપૂરો પોતાનો ક્રોધ બતાવ્યો. અને તેમણે તેને આગની જેમ વરસાવ્યો હતો. સિયોન નગરીમાં એવી આગ ચાંપી હતી જે તેના પાયાને સુદ્ધાં ભરખી ગઇ.

યર્મિયાનો વિલાપ 7:8

હમણાં જ હું મારો રોષ તમારા ઉપર ઉતારું છું, મારો કોપ ઠાલવું છું. હું તમારા દુષ્કમોર્નો હિસાબ માગનાર છું અને તમારા ધૃણાજનક કૃત્યોની ઘટતી સજા કરનાર છું.

યર્મિયાનો વિલાપ 13:15

એ ભીંત પર અને તે લોકો પર મારો રોષ ઠાલવ્યા પછી હું તમને કહીશ: ‘ભીતો ગઇ અને તેને ચૂનો ધોળનારા પ્રબોધકો પણ ગયા.’

યર્મિયાનો વિલાપ 20:8

પરંતુ તેઓ મારી સામે થયા, મારું કહ્યું સાંભળવાની તેમણે ના પાડી અને તેમનામાંના એકે જણે ન તો ધૃણાજનક મૂર્તિઓ ફેંકી દીધી કે ન તો મિસરની મૂર્તિઓનો ત્યાગ કર્યો. એટલે મિસરમાં જ તેમના પર મારો પૂરો રોષ ઉતારવાનો મેં વિચાર કર્યો હતો.

યર્મિયાનો વિલાપ 20:11

મેં તેમને મારા નિયમો આપ્યા અને મારી આજ્ઞાઓ સમજાવી. જેનું પાલન કરવાથી માણસ જીવન પામે છે.

યર્મિયાનો વિલાપ 20:13

“‘પરંતુ ઇસ્રાએલીઓ રણમાં પણ મારી વિરુદ્ધ થયા. તેઓ મારા નિયમની વિરુદ્ધ ગયાં અને મારી સૂચનાઓનો અસ્વીકાર કર્યો, જેનું પાલન કરવાથી માણસ જીવન પામે છે. તેમણે ખાસ વિશ્રામવારોનો બહુ ખરાબ રીતે ભંગ કર્યો છે. આથી, તેમના પર મારો રોષ વરસાવીને રણમાં જ તેમનો સંહાર કરવાનો મેં નિર્ણય કર્યો,

યર્મિયાનો વિલાપ 21:31

હું મારો કોપ તમારા પર રેડી દઇશ અને જ્યાં સુધી મોટી આગના ભભૂકે ત્યાં સુધી હું મારો કોપરૂપી અગ્નિ તમારા પર મોકલીશ. સંહાર કરવામાં કુશળ અને સ્વભાવે ક્રુર માણસોના હાથમાં હું તમને સોંપી દઇશ.

દારિયેલ 11:36

“‘તે રાજા પોતાને મન ફાવે તે રીતે વર્તશે અને સર્વ દેવો કરતાં પણ પોતાને મોટો માનશે, અને દેવાધિદેવને વિષે પણ આભા થઇ જઇએ એવા નિંદાવચનો બોલશે. તેની સજાનો સમય આવે ત્યાં સુધી તો તે સુખસમૃદ્ધિ ભોગવશે. પણ જે નિર્માયું છે તે સાચું પડશે જ.

પ્રેરિતોનાં ક્રત્યો 13:18

અને 40 વરસ સુધી દેવે રણમાં તેઓનું વર્તન ધીરજપૂર્વક સહન કર્યું.

પ્રકટીકરણ 16:1

પછી મેં મંદિરમાથી મોટા સાદે વાણી સાંભળી. તે વાણીએ સાત દૂતોને કહ્યું; કે “જાઓ અને દેવના પૂર્ણ કોપથી ભરેલા સાત પ્યાલા પૃથ્વી પર રેડી દો.”

Interlinear

Choose Theme