Home Bibles યર્મિયાનો વિલાપ 18:16 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 18:16 · ગુજરાતી બાઇબલ

કોઇના પર ત્રાસ કરે નહિ, ન્યાયપૂર્વક વર્તતો હોય, ગીરવે મૂકેલી વસ્તુઓ તેના દેણદારોને પાછી આપતો હોય અને તેમને લૂંટતો ન હોય, પણ ભૂખ્યાઓને અન્ન અને જરૂરીયાતવાળાને વસ્ત્રો આપતો હોય.

Cross references

અયૂબ 22:7

કદાચ તમે તરસ્યાને પાણી પાયું નહિ હોય, તમે ભૂખ્યાને રોટલો આપ્યો નહિ હોય.

અયૂબ 31:19

અને કોઇને ઠંડીથી થરથરતા અથવા તો એક ગરીબ માણસને ડગલા વગરનો જોયો હોય.

ગીતશાસ્ત્ર 41:1

જે દરિદ્રીની ચિંતા કરે છે, તે યહોવાથી આશીર્વાદિત છે; સંકટ સમયે ખરેખર યહોવા તેને વિપત્તિમાંથી છોડાવે છે.

નીતિવચનો 22:9

ઉદાર વ્યકિત પર આશીર્વાદ ઊતરશે; કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે.

નીતિવચનો 25:21

જો તારો શત્રુ ભૂખ્યો હોય તો તેને ખાવા માટે રોટલો આપ. અને તરસ્યો હોય તો પીવા માટે પાણી આપ.

નીતિવચનો 31:20

તે ગરીબોને ઉદાર મને આપે છે અને દીનદુ:ખીને છૂટે હાથે મદદ કરે છે.

સભાશિક્ષક 11:1

તારી રોટલી પાણી પર નાખ, કારણ કે ઘણા દિવસો પછી તે તને પાછી મળશે.

યશાયા 58:7

તમારે ભૂખ્યા સાથે વહેંચીને ખાવું, ઘર વગરનાને પોતાના ઘરમાં આશરો આપવો, ઉઘાડાને જોતાં તેને વસ્ત્ર પહેરાવવાં. અને માનવબંધુઓને ભીડમાં જોઇને આંખ આડા કાન કરવાં નહિ.”

યર્મિયાનો વિલાપ 18:7

વળી તે કોઇના પર જુલમ ગુજારતો ન હોય, ચોરી કરતો ન હોય; દેણદારે ગીરો મૂકેલી વસ્તુ પાછી આપતો હોય; ભૂખ્યાંને અન્ન અને વસ્ત્રહીનને વસ્ત્ર આપતો હોય,

લૂક 11:41

તેથી તમારી થાળીમાં અને વાટકામાં જે છે તે લોકોને જરૂર છે તેમને આપો, પછી તમે સંપૂર્ણ શુદ્ધ થશો.

લૂક 14:13

તેને બદલે જ્યારે તું મિજબાની આપે ત્યારે કૂબડા લોકોને, અપંગોને અને આંધળાઓને નિમંત્રણ આપ.

Interlinear

Choose Theme