Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 10:20 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 10:20 · ગુજરાતી બાઇબલ

કબાર નદીના કાંઠે ઇસ્રાએલના દેવના સિંહાસન નીચે જે પ્રાણીઓ મેં જોયાં હતાં તે આ જ હતાં, મને ખાતરી થઇ હતી કે તેઓ કરૂબો હતા.

Cross references

1 રાજઓ 6:29

મંદિરની બંને ઓરડીઓની બધી જ દીવાલો પર કરૂબ દેવદૂતો ખજૂરીનાં વૃક્ષો અને ખીલેલાં ફૂલોનું કોતરકામ કરેલું હતું.

1 રાજઓ 7:36

એ તકતીઓ પર જયાં જયાં ખાલી જગ્યા હતી ત્યાં ત્યાં કરૂબ દેવદૂતો, હરણો, મૃગો સિંહો અને ખજૂરનાં વૃક્ષો કોતરેલાં હતા, અને તેની ફરતે ફુલ વેલની ભાત કોતરેલી ઝાલરો હતી.

યર્મિયાનો વિલાપ 1:1

આ બાબત ત્રીસમા વર્ષના ચોથા મહિનાની પાંચમીએ બની જ્યારે હું ઇસ્રાએલી બંદીવાનોની સાથે બાબિલમાં આવેલી કબાર નદીની પાસે રહેતો હતો. તે વખતે મે જોયું કે આકાશ ઊઘડી ગયું, ને મને દેવનાં દર્શન થયાં.

યર્મિયાનો વિલાપ 1:5

અને વાદળની મધ્યમાં ચાર જીવંત પ્રાણીઓ જેવું દેખાયું. તેમનો દેખાવ માણસ જેવો હતો.

યર્મિયાનો વિલાપ 1:22

પ્રાણીઓના માથાં ઉપર ઊંચે, આકાશના ઘૂમટ જેવો અદૃભુત સ્ફટિકના જેવો જાણે ચમકતો ઘૂમટ તાણેલો હતો.

યર્મિયાનો વિલાપ 3:23

તેથી હું ઊઠીને મેદાનમાં ગયો અને ત્યાં મને કબાર નદી પર થયા હતાં તેવા યહોવાના ગૌરવનાં દર્શન થયાં, મેં સાષ્ટાંગ પ્રણામ કર્યા.

યર્મિયાનો વિલાપ 10:15

કરૂબો ઊડીને ઊંચે ચઢયા. કબાર નદી પાસે મેં જોયાં હતાં તે જ પ્રાણીઓ આ હતાં.

Interlinear

Choose Theme