Home Bibles યર્મિયાનો વિલાપ 1:6 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 1:6 · ગુજરાતી બાઇબલ

પણ દરેકને ચાર મુખ અને ચાર પાંખો હતી.

Cross references

નિર્ગમન 25:20

એ દેવદૂતોની પાંખો ઊચે આકાશ તરફ ફેલાયેલી રાખવી. તેમનાં મોં એકબીજાની સામે હોય અને તે ઢાંકણ તરફ વળેલાં હોય.

1 રાજઓ 6:24

દરેક કરૂબને બે પાંખ હતી અને તે દરેક પાંખ 5 હાથ લાંબી હતી; આથી દરેકની એક પાંખથી બીજી પાંખના છેડાઓ વચ્ચેનું અંતર 10 હાથ હતું.

યશાયા 6:2

સરાફ દેવદૂતો તેમની પાસે ધુમરાતાં હતા તેમને દરેકને છ પાંખો હતી. બે પાંખો વડે તેઓ તેમના ચહેરા ઢાંકતા હતાં, બીજી બે પાંખો વડે તેમણે તેમના પગ ઢાંક્યાં હતાં અને બાકીની બે પાંખોનો તેઓ ઉડવા માટે ઉપયોગ કરતાં હતાં.

યર્મિયાનો વિલાપ 1:8

દરેકને ચાર મોઢાં અને ચાર પાંખો ઉપરાંત પાંખોની નીચે ચારે બાજુએ માણસના જેવા ચાર હાથ હતા.

યર્મિયાનો વિલાપ 1:15

આ સર્વ હું નિહાળી રહ્યો હતો ત્યારે મેં દરેક પ્રાણીની પાસે એક એમ ચાર પૈડાં જમીનને અડેલા જોયાં.

યર્મિયાનો વિલાપ 10:10

બધાં પૈડાની રચના એક સરખી દેખાતી હતી; અને એક પૈડાની અંદર બીજું પૈડું ગોઠવ્યું હોય તેમ લાગતું હતું.

યર્મિયાનો વિલાપ 10:14

દરેક કરૂબને ચાર મોઢાં હતાં, પહેલું મોઢું કરૂબનું હતું, બીજું માણસનું હતું, ત્રીજું સિંહનું હતું અને ચોથું ગરૂડનું હતું.

યર્મિયાનો વિલાપ 10:21

પ્રત્યેકને ચાર મોઢાં, ચાર પાંખો અને દરેક પાંખ નીચે માણસના હાથ જેવું કઇંક હતું.

પ્રકટીકરણ 4:7

પહેલું જીવતું પ્રાણી સિંહ જેવું હતું. બીજું એક વાછરડાના જેવું હતું. ત્રીજાને મનુષ્ય જેવું મુખ હતું. ચોથું ઊડતા ગરુંડના જેવું હતું.

Interlinear

Choose Theme