યહોવાએ મૂસાને કહ્યું, “સવારે વહેલો ઊઠીને ફારુન પાસે જા, ફારુન નદી કિનારે ફરવા નીકળે ત્યારે તેની રાહ જોઈને ત્યાં ઊભો રહેજે. અને તેને કહેજે કે, યહોવા એમ કહે છે કે, ‘માંરા લોકોને માંરી ઉપાસના કરવા જવા દે.
Cross references
“વડીલો તમાંરી વાણી સાંભળશે, પછી તમે અને ઇસ્રાએલના વડીલો મિસરના રાજા પાસે જઈને તેને કહેજો કે, ‘હિબ્રૂ લોકોના દેવ યહોવા છે. અમાંરા દેવ અમાંરા લોકો પાસે આવ્યા હતા, તેમણે અમને ત્રણ દિવસ રણમાં પ્રવાસ કરવા માંટે કહ્યું હતું. અમને રજા આપો તો અમે અમાંરા દેવ યહોવાને યજ્ઞ અર્પણ કરી શકીએ.”
ફારુન સવારે નદી કિનારે આવશે. તમે નાઈલ નદીના કિનારે-કિનારે જાઓ. અને જે લાકડી સાપ થઈ ગઈ હતી, તે સાથે લઈને નદીકાંઠે તમે તેની રાહ જોતા ઊભા રહેજો. અને તેને કહેજો કે,
પછી યહોવાએ મૂસાને કહ્યું, “ફારુન પાસે જઈને તેને કહો કે, યહોવા આમ કહે છે: ‘માંરા લોકોને માંરી સેવા કરવા જવા દે.
પછી યહોવાએ મૂસાને કહ્યું, “સવારમાં વહેલા ઊઠીને ફારુન પાસે ઊભો રહીને તેને કહેજે કે, ‘હિબ્રૂઓના દેવ યહોવા એમ કહે છે કે, ‘માંરા લોકોને માંરી ઉપાસના કરવા જવા દે.
તેમણે મધમાખીઓનું મોટું ઝૂંડ મોકલ્યું, અને જે તેઓને કરડ્યા, અને દેડકાઓએ બધી વસ્તુઓનો નાશ કર્યો.
યહોવાએ આદેશ આપ્યો, અને જૂ’ઓ મિસરમાં એક છેડાથી બીજા છેડા સુધી ફેલાઇ ગઇ.