Home Bibles ☰ Books નિર્ગમન 7:4 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 7:4 · ગુજરાતી બાઇબલ

એટલા માંટે હું મિસર દેશ પર માંરો હાથ ઉગામીશ અને તેને કારમી સજા કરીને માંરાં સૈન્યોને, માંરી ઇસ્રાએલી પ્રજાને, મિસરની બહાર કાઢી લાવીશ.

Cross references

નિર્ગમન 3:20

આથી હું માંરું બળ બતાવીશ, અને ત્યાં વિવિધ પ્રકારનાં પરાક્રમો કરીને મિસરને ખોખરું કરીશ, ત્યાર પછી તે તમને જવા દેશે.

નિર્ગમન 6:6

એટલા માંટે ઇસ્રાએલના લોકોને કહો કે, ‘હું તેમને કહું છું, હું યહોવા છું. હું તમાંરા લોકોનું રક્ષણ કરીશ. હું તમને લોકોને મિસરીઓની મજૂરીમાંથી છોડાવીશ અને ગુલામીમાંથી મુક્ત કરીશ. હું માંરી મહાન શક્તિનો ઉપયોગ કરીને મિસરીઓને ભયંકર શિક્ષા કરીશ પછી હું તમાંરો ઉધ્ધાર કરીશ.

નિર્ગમન 6:26

આ રીતે હારુન અને મૂસા આ કૂળ-સમૂહના હતા અને તે એ જ વ્યક્તિઓ છે જેની સાથે દેવે વાત કરી હતી. અને કહ્યું હતું કે, “ઇસ્રાએલીઓને ટૂકડી પ્રમાંણે મિસરમાંથી બહાર કાઢો.”

નિર્ગમન 9:3

હું તારાં ખેતરનાં ઢોરોમાં, ઘોડાઓમાં અને ગધેડાંઓમાં, ઊટોમાં અને ગાયબળદોમાં અને ઘેટાંબકરાંઓમાં મોટો ભયંકર રોગચાળો ફેલાવીશ અને તને સજા કરીશ.

નિર્ગમન 10:1

પછી યહોવાએ મૂસાને કહ્યું, “તું ફારુન પાસે જા. કારણ મેં તેને અને તેના અમલદારોને એટલા માંટે હઠાગ્રહી બનાવ્યા છે કે જેથી હું તેમને માંરા શક્તિશાળી ચમત્કાર બતાવી શકું.”

નિર્ગમન 11:9

પછી યહોવાએ મૂસાને કહ્યું, “ફારુને તમાંરી વાત સાંભળી નથી, કેમ? તેથી હું મિસર દેશમાં વધુ મહાન પરચા બતાવી શકું.”

નિર્ગમન 12:51

અને તે જ દિવસે યહોવા ઇસ્રાએલી લોકોને જૂથોમાં મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યા.

ન્યાયાધીશો 2:15

ઈસ્રાએલી લોકો પોતાના શત્રુઓ સામે યુદ્ધ કરવા જતા ત્યારે યહોવાનો હાથ તેઓની વિરુદ્ધ રહેતો, યહોવાએ તે લોકોને ચેતવણી આપી હતી અને પ્રતિજ્ઞા લીધી હતી કે પોતે આ પ્રમાંણે કરશે. પરિણામે ઈસ્રાએલીઓ ભારે આફતમાં આવી પડયા.

નીતિવચનો 19:29

ઊદ્ધત લોકો માટે શિક્ષા અને મૂર્ખાની પીઠને સારું ફટકા તૈયાર કરેલાં છે.

યશાયા 26:9

આખી રાત હું તમારા માટે ઉત્કંઠિત રહ્યો છું; મારા ખરા હૃદયથી આગ્રહપૂર્વક હું તમને શોધીશ; કારણ કે જ્યારે તમે પૃથ્વીનો ન્યાય કરીને શિક્ષા કરો છો, ત્યારે લોકો પોતાની દુષ્ટતાથી પાછા ફરે છે અને યોગ્ય માગેર્ વળે છે.

યર્મિયાનો વિલાપ 3:3

ફકત મારી વિરૂદ્ધ જ તે ફરી ફરીને આખો વખત પોતાનો હાથ ધૂમાવ્યા કરે છે.

યર્મિયાનો વિલાપ 14:21

યહોવા મારા માલિક કહે છે: “એ કેટલું વધારે ભયંકર હશે, જ્યારે હું મારી ચારે ચાર આકરામાં આકરી શિક્ષાઓ યરૂશાલેમના માણસોનો અને પશુઓનો સંહાર કરવા માટે મોકલીશ- યુદ્ધ, દુકાળ, રોગચાળો, અને જંગલી પશુઓ.

યર્મિયાનો વિલાપ 25:11

એ રીતે હું મોઆબને સજા કરીશ ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.”

Interlinear

Choose Theme