Home Bibles ☰ Books નિર્ગમન 7:12 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 7:12 · ગુજરાતી બાઇબલ

તેઓએ તેમની લાકડીઓ જમીન પર ફેંકી અને તે સાપ બની ગઈ. પણ હારુનની લાકડી તેમની લાકડીઓને ગળી ગઈ.

Cross references

નિર્ગમન 8:18

મિસરના જાદુગરોએ પોતાના જંતરમંતરનો ઉપયોગ કર્યો અને એવું જ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જાદુગર ધૂળમાંથી જૂઓ બનાવી શકયા નહિ. અને મનુષ્યો તથા ઢોરઢાંખર પર જૂઓ છવાઈ ગઈ.

નિર્ગમન 9:11

મિસરના જાદુગરો મૂસાને આવું કરતા રોકી શક્યા નહિ, કારણ કે જાદુગરોને તથા બધાજ મિસરના લોકોને ગૂમડાં ફૂટી નીકળ્યાં હતાં.

પ્રેરિતોનાં ક્રત્યો 8:9

પણ તે શહેરમાં એક સિમોન નામનો માણસ હતો. ફિલિપના આવતા પહેલા સિમોન ત્યાં જાદુના ખેલ કરતો હતો. તે સમારીઆના બધા લોકોને તેની યુકિતોથી અચરજ પમાડતો હતો. તે તેની જાતને મહાન માણસ કહેવડાવવાનો દંભ કરતો.

પ્રેરિતોનાં ક્રત્યો 13:8

પરંતુ અલિમાસ જાદુગર, બાર્નાબાસ અને શાઉલની વિરૂદ્ધ હતો. (ગ્રીક ભાષામાં બર્યેશુ માટે અલિમાસ નામ છે.) અલિમાસે હાકેમને ઈસુના વિશ્વાસમાંથી અટકાવવાનો પ્રયત્ન કર્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 19:19

કેટલાક વિશ્વાસીઓએ જાદુનો ઉપયોગ કર્યો. આ વિશ્વાસીઓ તેઓની જાદુઇ ચોપડીઓ લાવ્યા અને સર્વના દેખતાં તેઓને બાળી નાખ્યા; આ પુસ્તકોની કિંમત લગભગ 50,000 ચાંદીના સિક્કા હતી.

1 યોહાનનો પત્ર 4:4

મારાં વ્હાલાં બાળકો, તમે દેવના છો. તેથી તમે જૂઠા પ્રબોધકો ને હરાવ્યા છે. શા માટે? કારણ કે (દેવ) જે તમારામાં છે તે (શેતાન) જે જગતના લોકોમા છે તેના કરતાં વધારે મોટો છે.

Interlinear

Choose Theme