નિર્ગમન 5:14 · ગુજરાતી બાઇબલ
ફારુનના મુખીઓએ ઇસ્રાએલીઓ ઉપર જે મુકાદમો દેખરેખ રાખવા નિયુક્ત કર્યા હતા તેમને ખૂબ માંર માંરીને પૂછવામાં આવતું કે, ઈટો અત્યાર સુધી જેટલી બનાવતા હતા તેટલી આજકાલ અગાઉની જેમ કેમ પૂરી કરતા નથી?”
Cross references
નિર્ગમન 1:14
તેમની પાસે બધીજ જાતની કાળી મજૂરી કરાવવા માંડી. ઈંટ અને ચૂનો પાડવાના તથા ખેતરમાં બધીજ જાતનાં સખત કામો કરાવીને તેમનું જીવન અસહ્ય બનાવી દીઘું.
યશાયા 10:24
તેથી મારા માલિક સૈન્યોના દેવ યહોવા આ મુજબ કહે છે, “હે સિયોનમાં વસવાટ કરતા મારા લોકો, આશ્શૂરના લોકો મિસરના લોકોની જેમ લાઠીથી તમને મારે અને દંડા ઉગામે તોયે તમે તેમનાથી બીશો નહિ.