Home Bibles ☰ Books નિર્ગમન 4:7 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 4:7 · ગુજરાતી બાઇબલ

પછી દેવે કહ્યું, “તારો હાથ પાછો ડગલાની અંદર છાતી પર મૂક.” એટલે તેણે ફરી હાથ ડગલાની અંદર મૂક્યો, અને જ્યારે તેણે તે બહાર કાઢયો ત્યારે, જુએ છે તો ફરી તેના બાકીના શરીર જેવો જ સાજો થઈ ગયો હતો.

Cross references

ગણના 12:13

એટલે મૂસાએ યહોવાને પોકાર કર્યો, “ઓ દેવ, તેને સાજી કરો, હું તમને વિનંતી કરું છું.”

પુનર્નિયમ 32:39

હું જ એકલો દેવ છું. બીજો કોઇ દેવ નથી, શું તમે નથી જોતા? હું જ માંરું છું, ને હું જ જીવાડું છું, હું જ કરું છું ઘાયલ, ને હું જ કરૂં છું સાજા; તમને મુજ હાથમાંથી કોઇ છોડાવી શકે?

2 રાજઓ 5:14

આથી તેણે જઈને દેવભકત એલિશાએ કહ્યા પ્રમાંણે યર્દનમાં સાત વખત ડૂબકી માંરી, એટલે તેની ચામડી, બાળકની ચામડી જેવી ચોખ્ખી થઈ ગઈ.

માથ્થી 8:3

ઈસુએ તે માણસને સ્પર્શ કર્યો અને કહ્યું કે, “હું તને સાજો કરવા ઈચ્છું છું, સાજો થઈ જા!” અને તરત જ તે માણસ કોઢથી સાજો થઈ ગયો.

Interlinear

Choose Theme