Home Bibles ☰ Books નિર્ગમન 4:3 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 4:3 · ગુજરાતી બાઇબલ

ત્યારે દેવે કહ્યું, “તારી લાકડીને જમીન પર ફેંકી દે.”એટલે મૂસાએ તેની લાકડી જમીન પર ફેંકી દીઘી, ને તે સાપ બની ગઈ. અને તે તેનાથી ડરી ગયો ને ભાગવા લાગ્યો.

Cross references

નિર્ગમન 4:17

એટલા માંટે જા, અને તારી લાકડી સાથે લઈ જા. એના વડે તારે પેલા લોકોને ચમત્કારો કરી બતાવવાના છે.”મૂસાનું મિસર પાછું ફરવું

નિર્ગમન 7:9

“જ્યારે ફારુન તમને એમ કહે કે, તમાંરી શક્તિ સાબિત કરવા માંટે, ‘કોઈ ચમત્કાર બતાવો.’ ત્યારે તારે હારુનને કહેવું કે, ‘તારી લાકડી લઈને ફારુનની આગળ જમીન પર નાખી દે એટલે એ સાપ બની જશે.”

નિર્ગમન 7:10

એટલા માંટે મૂસા અને હારુન મિસરના રાજા ફારુન પાસે ગયા, અને યહોવાની આજ્ઞા પ્રમાંણે તેમણે કર્યુ. હારુને ફારુન અને તેના અમલદારો સમક્ષ જમીન પર પોતાની લાકડી નાખી દીધી અને તે સાપ બની ગઈ.

આમોસ 5:19

તે તો જેમ કોઇ માણસ સિંહથી ભાગી જાય; ને તેને રીંછ ભેટે, અથવા ઘરમાં જઇને ભીંતનો ટેકો લે, ને તેને સાપ કરડે તેવો.

Interlinear

Choose Theme