યહૂદાના કુળસમૂહના હૂરના દીકરા ઊરીના દીકરા બઝાલએલે યહોવાએ મૂસાને જે જે બનાવવાની આજ્ઞા કરી હતી તે બધું બનાવ્યું.
Cross references
વળી યહોવાએ મૂસાને કહ્યું,
“જુઓ, મેં યહૂદાના કુળસમૂહના હૂરના પુત્ર ઉરીના દીકરા બસાલએલને ખાસ પસંદ કર્યો છે.
પછી મૂસાએ ઇસ્રાએલીઓને કહ્યું, “જુઓ, યહોવાએ યહૂદાના કુળસમૂહના હૂરના દીકરા ઊરીના દીકરા, બઝાલએલને મંદિરનાં હસ્તકલાનાં કામ માંટે પસંદ કર્યો છે.
હૂરથી ઉરી અને ઉરીથી બસાલએલ થયો.
પછી જ્યારે હું તમારી બધી આજ્ઞાઓ અભ્યાસ કરીશ હું ક્યારેય શરમિંદો નહિં થાઉં.
પરંતુ યહોવાએ કહ્યું, “‘હું બાળક છું, ‘એવું કહીશ નહિ.’ કારણ કે હું તને જે બધા લોકો પાસે મોકલું ત્યાં તારે જવાનું જ છે, અને હું જે કઇં તને કહું તે તારે તેમને જરૂર કહેવંુ પડશે.
મેં તમને જે જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેઓને તે આજ્ઞાઓનું પાલન કરવાનું શીખવતા જાઓ અને જુઓ, જગતના અંતકાળ પર્યત સદાય હું તમારી સાથે છું.”