Home Bibles નિર્ગમન 37:23 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 37:23 · ગુજરાતી બાઇબલ

દીવી માંટે તેણે સાત કોડિયાં બનાવ્યાં. દિવેટની વાટ સમાંરવાની કાતર અને રાખદાનીઓ શુદ્ધ સોનામાંથી બનાવ્યાં.

Cross references

નિર્ગમન 25:37

દીવી માંટે સાત કોડિયાં બનાવવાં અને એવી રીતે ગોઠવવાં કે તેમનો પ્રકાશ સામેની બાજુએ પડે.

નિર્ગમન 25:38

એના ચીપિયા અને તાસક શુદ્ધ સોનાના હોવા જોઈએ.

ગણના 8:2

“તું હારુનને જણાવ કે તે દીપવૃક્ષની સાત દીવીઓને પ્રગટાવે ત્યારે તેનો પ્રકાશ દીપવૃક્ષના આગળના ભાગમાં પડે તે ધ્યાનમાં રાખજે.”

ઝખાર્યા 4:2

પછી તેણે પૂછયું, “હવે તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું એક સોનાનો દીપવૃક્ષ જોઉં છું. તેની ટોચ પર એક કૂંડું છે અને સાત દીવા છે. અને સાત નળીઓ દ્વારા દીવીઓ સુધી તેલ પહોંચાડીને તેમને સળગતા રાખવામાં આવે છે.

પ્રકટીકરણ 1:12

મારી સાથે કોણ વાત કરે છે તે જોવા માટે હું પાછો વળ્યો. જ્યારે હું પાછો કર્યો, ત્યારે મેં સોનાની સાત દીવીઓ જોઈ.

પ્રકટીકરણ 1:20

મારા જમણા હાથમાં તેં જે સાત તારા અને સાત દીવાઓ જોયા, તેનું રહસ્ય આ છે: એ સાત તારા તે સાત મંડળીઓના દૂતો છે, અને સાત દીવાઓ તો સાત મંડળીઓ છે.

પ્રકટીકરણ 4:5

રાજ્યાસનમાંથી વીજળીઓ અને ગર્જનાઓ અને વાણીઓ આવી. રાજ્યાસનની આગળ અગ્નિના સાત દીવાઓ સળગતા હતા. આ દીવાઓ દેવના સાત આત્મા છે.

પ્રકટીકરણ 5:5

પરંતું વડીલોમાંના એકે મને કહ્યું કે, “રડીશ નહિ! યહૂદાના કુટુંબના સમુહમાથી તે સિંહે (ખ્રિસ્તે) વિજય પ્રાપ્ત કર્યો છે. તે દાઉદનો વંશજ છે. તે ઓળિયું તથા તેની સાત મુદ્રાઓને ખોલવાને શકિતમાન છે.”

Interlinear

Choose Theme