તે પછી સર્વ ઇસ્રાએલીઓ તેની પાસે આવ્યા અને તેને સિનાઈ પર્વત ઉપર યહોવાએ જે બધાં આદેશો આપ્યા હતા તે બધા તેણે લોકોને સંભળાવ્યા.
Cross references
પછી દેવે મૂસાને કહ્યું, “હવે તારે કાનૂનો તેઓની આગળ રજૂ કરવાના છે તે આ છે:
ત્યારબાદ મૂસાએ આવીને લોકોને યહોવાનાં બધાં વચનો અને બધી આજ્ઞાઓ કહી સંભળાવી. પછી બધા લોકો એકી અવાજે બોલી ઊઠયા, “યહોવાએ જે બધી વાતો કહી છે તે બધાનું પાલન અમે કરીશું.”
મૂસાએ સર્વ ઇસ્રાએલી લોકોની એક સભા ભેગી કરી તેઓને કહ્યું, “યહોવાએ તમને આટલા નિયમોનું પાલન કરવાની આજ્ઞા કરી છે:
તમે માંરાથી દૂર ભટકી જશો નહિ અને તમાંરા શરીરની ઈચ્છાઓ અને તમાંરી નજર જે જુએ છે તેની પાછળ ખેંચાશો નહિ, જેથી તમે એ ફૂમતાઓને જોશો ત્યારે માંરી બધી આજ્ઞાઓને યાદ કરી તેનું પાલન કરશો પછી તમે દેવના ખાસ લોકો બનશો.
પરંતુ મીખાયાએ કહ્યું, “યહોવાના સમ હું તો યહોવા કહેશે તે જ પ્રમાંણે કરીશ.”
મેં તમને જે જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેઓને તે આજ્ઞાઓનું પાલન કરવાનું શીખવતા જાઓ અને જુઓ, જગતના અંતકાળ પર્યત સદાય હું તમારી સાથે છું.”
જે ઉપદેશ મેં પ્રભુ પાસેથી પ્રાપ્ત કર્યો છે, તે જ ઉપદેશ મેં તમને આપ્યો છે: જે રાત્રે પ્રભુ ઈસુને મારી નાખવા માટે સોંપવામાં આવ્યો, ત્યારે તેણે રોટલી લીધી
મેં જે સંદેશ પ્રાપ્ત કર્યો તે મેં તમને પ્રદાન કર્યો. મેં તમને એક વિશેષ મહત્વની વાત કહી કે આપણા પાપો માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો, જેમ ધર્મશાસ્ત્ર કહે છે કે;