Home Bibles નિર્ગમન 33:23 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 33:23 · ગુજરાતી બાઇબલ

પછી હું માંરો હાથ લઈ લઈશ અને તું માંરી પીઠ જોવા પામીશ, પણ માંરું મુખ તને દેખાશે નહિ.”

Cross references

નિર્ગમન 33:20

વધુમાં તેમણે કહ્યું, “પણ માંરું મુખ તું જોઈ શકીશ નહિ, કારણ, કોઈ પણ માંણસ મને જોઈને જીવતો રહી શકે નહિ.

અયૂબ 11:7

અયૂબ, શું તું ખરેખર માને છે કે તું દેવને સમજે છે? તું સર્વસમથઁ દેવને સમજી શકતો નથી.

અયૂબ 26:14

આ તો માત્ર થોડીકજ અદભૂત ચીજો દેવ કરે છે. આપણે તો માત્ર દેવનો મંદ ગણગણાટ જ સાંભળીએ છીએ. કોઇ ખરેખર જાણી શકતું નથી કે દેવ કેવા મહાન અને શકિતશાળી છે.”

યોહાન 1:18

કોઈ પણ માણસે આજપર્યંત દેવને જોયો નથી, પરંતુ એકાકીજનિત દીકરો (ઈસુ) જ દેવ છે. તે પિતા (દેવની) ની ઘણી નજીક છે. દેવ કોના જેવો છે, તે દીકરાએ આપણને બતાવ્યું છે.

1 કરિંથીઓને 13:12

આપણી સાથે પણ આમ જ છે. અત્યારે તો આપણે દર્પણમાં ઝાખું ઝાંખું જોઈ રહ્યા છીએ. પરંતુ ભવિષ્યમાં આપણે ત્યારે સ્પષ્ટપણે જોઈ શકીશું. અત્યારે તો હું ફક્ત એક અંશને જ જાણું છું. પરંતુ ત્યારે કે જ્યારે હું સંપૂર્ણપણે જ્ઞાત હોઈશ. જેવી રીતે દેવ મને ઓળખે છે. તેવી રીતે હું પણ તેને સંપૂર્ણ જાણીશ.

1 તિમોથીને 6:16

દેવ એકલાને અમરપણું છે. દેવ તો એવા ઝળહળતા પ્રકાશમાં રહે છે કે માનવો એની નજીક જઈ શક્તા નથી. કોઈ પણ વ્યક્તિએ કદી દેવને જોયો નથી. દેવને જોવા માટે કોઈ પણ વ્યક્તિ શક્તિમાન નથી. તેને સદાકાળ ગૌરવ તથા સાર્મથ્ય હો. આમીન.

Interlinear

Choose Theme