તે તકતીઓ દેવે બનાવેલી હતી અને તેના ઉપરનું લખાણ પણ દેવે કોતરીને લખેલું હતું.
Cross references
સિનાઈના પર્વત ઉપર મૂસા સાથેનો વાર્તાલાપ પૂર્ણ કરીને યહોવાએ તેને બે સ્માંરક તકતીઓ અર્પણ કરી; એ પથ્થરની તકતીઓ દેવની આંગળી વડે લખાયેલ દશ આજ્ઞાઓવાળી હતી.
યહોવાએ મૂસાને કહ્યું, “પ્રથમના જેવી જ પથ્થરની બે તકતીઓ બનાવ, અને તારા વડે ભાંગી ગયેલી તકતીઓ ઉપર જે વચનો લખેલાં હતાં તે હું તેના પર લખીશ.
તેથી મૂસાએ પ્રથમની તકતીઓનાં જેવી જ પથ્થરની બે તકતીઓ બનાવી અને સવારમાં તે વહેલો ઊઠયો અને યહોવાએ તેને કહ્યું હતું તે પ્રમાંણે તેના હાથમાં તકતીઓ લઈને તે સિનાઈ પર્વત ઉપર ચઢી ગયો.
હું ત્યાં પર્વત પર હતો, યહોવાએ તમાંરી સાથે કરેલા કરારની તકતીઓ લેવા હું ત્યાં ગયો હતો. હું ત્યાં ખાધાપીધા વિના ચાળીસ દિવસ અને રાત રહ્યો હતો.
“તેથી હું તરત પાછો ફરીને પર્વત પરથી નીચે આવ્યો. ત્યારે પર્વત અગ્નિથી ભડભડ સળગતો હતો અને માંરા બે હાથમાં કરારની બે તકતીઓ હતી.
“એ પછી યહોવાએ મને કહ્યું, ‘પહેલાં હતી તેવી જ બે પથ્થરની તકતીઓ તૈયાર કર અને તેને મૂકવા માંટે લાકડાની એક પેટી બનાવ. પછી માંરી પાસે તકતીઓ લઈને પર્વત પર આવ.
હું ઇચ્છું છું કે, હું જે કહું છું તે લોખંડની કલમથી સીસાથી ખડક પર કોતરવામાં આવે તો તે સદાય રહેશે.
તમે બતાવ્યું છે કે તમે ખ્રિસ્ત તરફથી મોકલેલો પત્ર છો કે જે તેણે અમારી મારફતે મોકલ્યો છે. આ પત્ર શાહીથી નહિ પરંતુ જીવતા દેવના આત્માથી લખાયેલો છે; તે શિલાપટોપર નથી લખાયો પરંતુ માનવ હૃદય પર લેખિત થયો છે.
સેવા જે મૃત્યુ લાવે છે તેના શબ્દો પથ્થર પર લખાયેલા હતા. તે દેવના મહિમા સાથે આવ્યા હતા. મૂસાના મુખ પરંતુ તેજ મહિમાથી એટલું પ્રકાશવાન હતું કે ઈસ્રાએલ ના લોકો સતત તેની સામે જોઈ શક્યા નહોતા. અને તે મહિમા પછીથી અદશ્ય થઈ ગયો હતો.
દેવ કહે છે: ઈસ્ત્રાએલના લોકોને હું નવો કરાર આપીશ. ભવિષ્યમાં આ કરાર હું આપીશ. હું મારા આ કાયદાઓ તેમના મનમાં મૂકીશ. ને તેઓના હ્રદયપટ પર લખીશ. હું તેઓનો દેવ થઈશ, અને તેઓ મારા લોકો થશે.