Home Bibles ☰ Books નિર્ગમન 3:5 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 3:5 · ગુજરાતી બાઇબલ

ત્યારે યહોવાએ કહ્યું, “નજીક આવીશ નહિ, પગરખાં ઉતારી નાખ, કારણ કે જ્યાં તું ઊભો છે તે ભૂમિ પવિત્ર છે.

Cross references

ઊત્પત્તિ 28:16

પછી યાકૂબ ઊંઘમાંથી જાગ્યો અને બોલ્યો, “મને ખબર છે કે, યહોવા આ જગ્યા પર છે. પરંતુ જયાં સુધી હું અહીં સૂતો ન હતો, ત્યાં સુધી જાણતો નહોતો કે, તે અહીં છે.”

ઊત્પત્તિ 28:17

યાકૂબને બીક લાગી, તેણે કહ્યુ ,”આ તો કોઈ મહાન જગ્યા છે. આ તો દેવનું ઘર છે. આ તો આકાશનું દ્વાર છે.”

નિર્ગમન 4:28

મૂસાએ પોતાને યહોવાએ જે જે કહીને મોકલ્યો હતો તે, અને તેને જે જે ચમત્કારો બતાવવાનું કહ્યું હતુ તે બધું કહી સંભળાવ્યું.

નિર્ગમન 19:12

અને તું પર્વતની ચારે બાજુ લોકોને માંટે હદ બાંધી આપજે, અને તેમને કહેજે કે, ‘ખબરદાર રહેજો, પર્વત પર ચઢતા નહિ, ને તેની તળેટીને પણ અડકતા નહિ, અને જે કોઈ તેને અડકશે તેનો વધ કરવામાં આવશે.

નિર્ગમન 19:21

પછી યહોવાએ મૂસાને કહ્યું, “નીચે જા, અને લોકોને સાવધાન કર કે, તેઓ માંરા દર્શનાર્થે હદ ઓળંગીને ઘસી આવે નહિ, નહિ તો ઘણા લોક માંર્યા જશે.

લેવીય 10:3

પછી મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ એમ કહ્યું હતું કે, ‘જે યાજકો માંરી સેવા કરે છે તેમણે માંરી પવિત્રતા જાળવવી જોઈએ; સર્વ લોકોની સંમુખ હું માંરો મહિમાં પ્રગટ કરી ગૌરવવાન મનાઈશ. તેનો અર્થ આ છે.” હારુન મૌન થઈ ગયો.

યહોશુઆ 5:15

યહોવાની સેનાના સેનાપતિએ તેને કહ્યું, “તારાં પગરખાં ઉતારી નાખ, કારણ કે તું જે ભૂમિ પર ઊભો છે તે ભૂમિ પવિત્ર છે.” અને યહોશુઆએ તેમ કર્યું.

સભાશિક્ષક 5:1

દેવના મંદિરમાં તમે જાઓ ત્યારે તમારાં પગલાં સંભાળો. ભૂંડુ આચરણ કરે છતાં તે બાબતમાં સભાન ન રહે તેવા મૂર્ખ માણસોના જેવા યજ્ઞાર્પણો લાવવા કરતાં દેવનાં વચનો ધ્યાનથી સાંભળવા તે વધારે ઉચિત છે.

પ્રેરિતોનાં ક્રત્યો 7:33

પ્રભુએ તેને કહ્યું, ‘તારા જોડા કાઢી નાંખ, કારણ કે જે સ્થળે તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે.

હિબ્રૂઓને પત્ર 12:20

તેઓ ફરી આજ્ઞા સાંભળવાનું સહન કરી શકે તેમ નહોતું: કારણ કે, “જો કોઈ જાનવરપહાડને અડકે તો તે પથ્થરથી માર્યુ જાય.” એવી આજ્ઞાથી તેઓ ધ્રુંજી ઉઠ્યા.

Interlinear

Choose Theme