Home Bibles ☰ Books નિર્ગમન 28:42 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 28:42 · ગુજરાતી બાઇબલ

“તેઓને માંટે કમરથી તે સાથળ સુધી પહોંચે એવા જાંધિયા બનાવવા, જેથી તેઓનું નાગાપણુ કોઈની નજરે ન પડે.

Cross references

નિર્ગમન 20:26

તેમ જ તમાંરે પગથિયાં ઉપર થઈને માંરી વેદી ઉપર ચઢવું નહિ, જેથી તમાંરી નગ્નતા દેખાય નહિ.”

નિર્ગમન 39:28

વળી ઝીણા કાંતેલા શણમાંથી પાધડીઓ, ફાળિયા, અને પાયજામાં બનાવ્યા.

લેવીય 6:3

અથવા કોઈની ખોવાયેલી વસ્તુ તેને જડી હોય, ને તેની ના પાડે, અથવા આવા કોઈ પણ પાપની બાબતમાં ખોટા સમ ખાય, અને એ રીતે યહોવાનો ગુનેગાર બને;

લેવીય 6:10

અને યાજક પોતાના અંદર અને બહાર શણનાં કપડાં પહેરે અને દહનાર્પણની રાખ સાફ કરે અને તેને વેદીની બાજુમાં ભેગી કરે.

લેવીય 16:4

તેણે શણનો પવિત્ર અંગરખો અને પાયજામો પહેરવો તથા કમરે શણનો કમરપટો બાંધવો અને માંથે શણનો ફેંટો બાંધવો. આ બધાં પવિત્ર વસ્ત્રો છે. તેથી એ પહેરતાં પહેલાં તેણે પાણીથી સ્નાન કરવું.

યર્મિયાનો વિલાપ 44:18

તેઓએ માથે શણની પાઘડી પહેરવી અને શણની ઇજાર પહેરવાં. જે વસ્ત્રો પહેરવાથી પરસેવો થાય તેવાં વસ્ત્રો તેમણે પહેરવાં નહિ.

પ્રકટીકરણ 3:18

હું તને સલાહ આપુ છું કે તું મારી પાસેથી અગ્નિમાં શુદ્ધ કરેલુ સોનું વેચાતું લે. પછી તું સાચો શ્રીમંત થઈ શકીશ. હું તને આ કહું છું. ઊજળાં વસ્ત્રો જે છે તે ખરીદ. પછી તું તારી શરમજનક નગ્નતાને ઢાંકી શકીશ. હું તને આંખોમા આંજવાનું અંજન પણ ખરીદવાનુ કહું છું. પછી તું ખરેખર જોઈ શકીશ.

Interlinear

Choose Theme