“એ ઢાંકણ કોશ ઉપર મૂકવું અને કોશમાં હું તને આપું તે કરારની બે પાટીઓ મૂકવી.
Cross references
“અને હું તને કરારના સ્માંરક તરીકે જે બે પાટીઓ આપું તે તું તેમાં મૂકજે,
પરમ પવિત્રસ્થાનમાં કરારકોશ પર ઢાંકણ ઢાંકી દેજે.
પછી યહોવા સમક્ષ અંગારા ઉપર ધૂપ નાખવો જેથી કરાર ઉપરનું ઢાંકણ ધુમાંડાથી ઢંકાઈ જશે અને પોતે તેને જોવા નહિ પામે, અને મરી નહિ જાય.
પછી મેં પર્વત પરથી પાછા નીચે આવીને તે તકતીઓ યહોવાની આજ્ઞાનુસાર કોશમાં મૂકી, અને હજી પણ તે ત્યાં જ છે.”
ઇસ્રાએલીઓ મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાએ તેમને આપેલા વચનો જે પથ્થરની બે તકતીઓમાં આલેખાયેલા હતાં; જે મૂસા હોરેબ પર્વત પરથી લાવ્યો હતો અને તેણે પવિત્રકોશમાં મૂકી હતી, પવિત્રકોશમાં ફકત આ બે તકતીઓ જ હતી તે સિવાય તેમાં બીજું કશું નહોતું.
ખ્રિસ્તે જૂના નિયમશાસ્ત્રનો અંત આણ્યો, જેથી કરીને ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર પ્રત્યેક વ્યક્તિને દેવ-પ્રાપ્તિ માટે ન્યાયી બનાવી શકાય.