Home Bibles ☰ Books નિર્ગમન 23:12 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 23:12 · ગુજરાતી બાઇબલ

“તમાંરે છ દિવસ કામ કરવું પણ સાતમે દિવસે વિશ્રામ કરવો, જેથી તમાંરા બળદને અને ગધેડાને આરામ મળે અને તમાંરા ઘરમાં કામ કરતા દાસ-દાસી અને પરદેશી આરામ કરીને તાજા થાય.

Cross references

નિર્ગમન 20:8

“વિશ્રામવારની પવિત્રતા જાળવવાનું યાદ રાખો.

નિર્ગમન 20:10

તેથી તે દિવસે તમાંરે કે તમાંરા પુત્રોએ કે તમાંરી પુત્રીઓએ, તમાંરા દાસ-દાસીઓએ કે તમાંરાં ઢોરઢાંખરો કે તમાંરા ગામમાં રહેતા વિદેશીએ કોઈ કામ કરવું નહિ, કારણ કે,

નિર્ગમન 31:15

તમને છ દિવસ કામ કરવાની છૂટ છે, પણ સાતમે દિવસ સંપૂર્ણ વિશ્રામનો દિવસ છે, એ મને સમર્પિત થયેલો પવિત્ર દિવસ છે. જે કોઈ તે દિવસે કામ કરે તેને મોતની સજા કરવી.

નિર્ગમન 34:21

“છ દિવસ તમાંરે ખેડવાનું કે વાવણીનું કામ કરવું. સાતમાં દિવસે વિશ્રામ કરવો. માંત્ર છ દિવસ કામ કરવું અને સાતમે દિવસે આરામ પાળવો.

નિર્ગમન 35:3

સાબ્બાથના દિવસે તમે જ્યા પણ રહેતા હોય ત્યાં આગ પેટાવાની મનાઈ છે.”

પુનર્નિયમ 5:13

બાકીના છ દિવસો તમાંરે તમાંરા રોજના બધા કામકાજ કરવાં.

નહેમ્યા 13:16

તૂરથી આવેલા કેટલાક લોકો જેઓ યરૂશાલેમમાં રહેતાં હતાં, તેઓ પણ માછલી અને બીજી બધી જાતનો માલ લઇને આવ્યાં અને તેને સાબ્બાથના દિવસે યહૂદાના લોકો અને યરૂશાલેમમાં પણ વેચ્યો.

યશાયા 58:3

લોકો પૂછે છે કે, “યહોવા, તમે જો જોતા જ ન હોય તો પછી અમે ઉપવાસ શા માટે કરીએ? તું જો ધ્યાન જ ન આપતો હોય તો અમે શા માટે અમારી જાતને નમાવીએ?”પરંતુ યહોવા તેમને કહે છે, “તમે ઉપવાસ કરો છો ત્યારે પણ તમે તમારી મરજી મુજબ કરો છો અને તમારા મજૂરો ને ત્રાસ આપો છો.

લૂક 13:14

સભાસ્થાનના આગેવાનો ગુસ્સે થયા કારણ કે વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી. આગેવાને લોકોને કહ્યું, “કામ કરવાના દિવસ 6 છે. તેથી તે દિવસોમાં કોઈ પણ દિવસે આવીને સાજા થાઓ. વિશ્રામવારના દિવસે સાજા થવા આવવું નહિ.”

Interlinear

Choose Theme