Home Bibles ☰ Books નિર્ગમન 20:1 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 20:1 · ગુજરાતી બાઇબલ

પછી દેવે એ સર્વ વચનો ઉચ્ચારતા કહ્યું કે,

Cross references

પુનર્નિયમ 4:33

તમે લોકોએ જેમ દેવને અગ્નિમાંથી બોલતા સાંભળ્યા છે તેમ અન્ય કોઈ પ્રજાએ સાંભળ્યા છે ખરા? અને છતાં પણ તે જીવતી રહી છે?

પુનર્નિયમ 4:36

તમને ઉપદેશ મળે એ માંટે યહોવાએ આકાશમાંથી તેમની બોધ આપતી વાણી સંભળાવી. અને તમને પૃથ્વી પર પોતાના મહાઅગ્નિનાં દર્શન કરાવ્યાં. અને એ જ અગ્નિમાંથી તમે તેમનાં વચનો સાંભળ્યાં

પુનર્નિયમ 5:4

યહોવા તમાંરી સાથે ત્યાં પર્વત પર અગ્નિમાંથી પ્રત્યક્ષ બોલ્યા હતા,

પુનર્નિયમ 5:6

“ગુલામીના દેશ મિસરમાંથી તમને મુકત કરી બહાર લાવનાર હું જ તમાંરો દેવ છું.

પુનર્નિયમ 5:22

“આ દશ આજ્ઞાઓ તમાંરા સમગ્ર સમુદાયને યહોવાએ તે પર્વત ઉપર અગ્નિ તથા ગાઢ વાદળમાંથી મોટા સાદે સંભળાવી હતી. એ પછી તે કશું બોલ્યા ન્હોતા અને તેમણે એ આજ્ઞાઓ મને પથ્થરની બે તકતીઓ ઉપર લખીને આપી હતી.

પ્રેરિતોનાં ક્રત્યો 7:38

આ એ જ મૂસા છે જે રણપ્રદેશના યહૂદિઓની સભામાં હતો. તે દૂત સાથે હતો. જે દૂત તેને સિનાઇ પહાડ પર કહેતો હતો, અને તે જ આપણા પૂર્વજો સાથે હતો. મૂસા દેવ પાસેથી આજ્ઞાઓ મેળવે છે જે જીવન આપે છે. મૂસા આપણને તે આજ્ઞાઓ આપે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 7:53

તમે એ લોકો છો જેને મૂસા દ્ધારા નિયમો પ્રાપ્ત થયા. દેવે તમને આ નિયમો દૂતો દ્ધારા આપ્યા. પરંતુ તમે આ નિયમ પાળ્યો નહિ!”

Interlinear

Choose Theme